Sihor

સિહોર નગરપાલિકાના કર્મચારીઓ ફરજમાં બેદરકાર ; સાંભળનારું કોઈ હોતું નથી

Published

on

પવાર

જિલ્લા તંત્ર સરપ્રાઈઝ ચેકીંગ કરે તેવી નાગરીકોમાં પ્રબળ માંગ ; સામાન્ય કામ માટે નગરપાલિકા કચેરીમાં જતા અરજદારોને ધરમધકકાઓ થતા હોવાથી તંત્ર સામે લોકોમાં આક્રોશ

સિહોર નગરપાલિકાના તંત્રની ગંભીર બેદરકારી અને લાપરવાહીના કારણે અરજદારોને છાસવારે ધરમધકકાઓ થઈ રહ્યા હોવાની નાગરીકોમાં વ્યાપક પ્રમાણમાં રાવ ઉઠવા પામેલ છે. આ હકીકત અંગે વખતો વખત ઉઠતા સવાલો સામે તંત્રવાહકોના પેટનું પાણી પણ હલતુ ન હોય નગરજનોમાં સત્તાતંત્ર સામે આક્રોશ વ્યાપેલ છે.સિહોર નગરપાલિકા કચેરીના કેટલાક વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ તેઓની નીયત ફરજકાળ દરમિયાન કચેરીમાં મળતા ન હોય અરજદારોને કલાકો સુધી ખોટીપો વેઠવાનો વખત આવે છે. કેટલાક કર્મીઓ તેમના નીયત ટેબલ પર ફરજના કાળ દરમિયાન મળતા નથી.

Employees of Sihore Municipality are negligent in duty; There is no one to listen

તેઓ સવારે મોડા આવતા હોવાની ફરજકાળ દરમિયાન સતત ગેરહાજર રહેતા હોવાની અને વહેલા જતા રહેતા હોવાની પણ અરજદારોમાં રાવ ઉઠવા પામેલ છે. ફરજના સ્થળે ગેરહાજર કર્મચારીઓની આસપાસના કર્મચારીઓ પણ તેઓ કયા હોય છે તે અંગે વાકેફ હોતા નથી. જેથી શહેરીજનો કલાકો સુધી રાહ જોઈને આખરે કંટાળી જઈને પાછા જતા રહે છે. એક સામાન્ય કામમાં અરજદારોને પાલિકાના ધરમધકકાઓ ખાવા પડતા હોય છે. આ ગંભીર બાબતે જિલ્લા તંત્ર સરપ્રાઈઝ ચેકીંગ કરી જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરે તેવી અરજદારોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.

Advertisement

Exit mobile version