Sihor

એલન મસ્કની મનમાની : વિરોધી પત્રકારોના ટિવટર હેન્ડલ કર્યા બ્લોક

Published

on

કુવાડિયા

  • ખુદને વાણી સ્વતંત્રતાના અધિકારના હિમાયતી ગણાવનાર મસ્કને ટીકા કે વિરોધીઓ પસંદ નથી તે સાબિત : સીએનએન, ન્યૂયોર્ક ટાઇમ્સ સહિતના નામાંકિત પત્રકારોના હેન્ડલ બ્લોક

સોશિયલ મીડિયામાં આઝાદીના નામે માઈક્રો બ્લોગીંગ પ્લેટફોર્મ ટિવટર હસ્તગત કર્યા બાદ એલન મસ્કે હવે તેની ટીકા કરતા અને વિરોધી તરીકે જાણીતા અનેક અમેરિકન પત્રકારોના ટિવટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા છે. ટિવટર પર વાણી સ્વાતંત્રની વકીલાત કરનાર મસ્ક તેના આ નિર્ણયથી હવે ટીકાનું કેન્દ્ર બની રહ્યા છે. ગઇકાલે સાંજે ટિવટરે કોઇ ચેતવણી કે સ્પષ્ટતા વગર જ અનેક ટોચના પત્રકારોના આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા હતા. એલન મસ્કના ખાનગી જેટના લોકેશનને ટ્રેક કરનાર એક વિદ્યાર્થી દ્વારા નિર્મિત એલન જેટ્સ ટિવટર હેન્ડલ જે માસ્ટોડન પેઇજ સાથે જોડાયેલા છે

તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર ડુ હાર્વેલના એકાઉન્ટ પણ બ્લોક કરાયા છે. અનેક જાણીતા પત્રકારોના પોતાના બ્લોક થયેલા ટિવટર એકાઉન્ટના સ્ક્રીનશોટ શેર કર્યા હતા અને માહિતી આપી હતી અને આ ઉપરાંત અમેરિકી ચેનલ એમ.એસ.એન.બી.સી.ના પૂર્વ હોસ્ટ કીથ ઓલ્બરમેન, ન્યૂયોર્ક ટાઇમ્સના રેયાન મેક, સીએનએનના ડોની ઓ’સુલ્લિવન, મૈશેબલના મૈટ બાઇંડર અને પત્રકાર આરોન રુપરના ટિવટર એકાઉન્ટ બ્લોક કરાયા છે. આ તમામ હાલમાં જ ટિવટર હસ્તગત કરવાના એલન મસ્કના પ્રયાસો સમયે તેઓએ આ સમાચાર અને ફોલોઅપ કવર કર્યા હતા અને તેઓેએ મસ્કની સામે પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા જેનો બદલો લેવાયો હોય તેવું માનવામાં આવે છે.

Exit mobile version