Bhavnagar
ભાવનગર જિલ્લામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો, કેન્દ્રબિંદુ પાલીતાણાથી 30 કિમી દૂર નોંધાયુ
બરફવાળા
- વહેલી સવારના 4 કલાકે ભૂકંપ : પાલીતાણા, તળાજા, ઘોઘાની ધરા ધરતીકંપથી ધ્રૂજી, કેન્દ્રબિંદુ માત્ર 30 કિમી જ દૂર
વહેલી સવારે સૌરાષ્ટ્રની ધરતી ધ્રુજી હતી. વહેલી સવારે 4.12 વાગ્યે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે વહેલી સવારે 4.12 વાગ્યે ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, પાલીતાણામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે. આજે વહેલી સવારે અનુભવાયેલ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી 30 કિમી દૂર નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, આજે વહેલી સાવરે ભાવનગર જિલ્લામાં હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભૂકંપનો આંચકો વહેલી સવારે અનુભવાયો છે, જો કે આ આંચકાથી કોઈ જાનહાનિના કે નુકસાનના સમાચાર નથી. સુત્રોમાંથી મળતા સમચાર મુજબ ભાવનગર સહિત ઘોઘા, તળાજા, પાલીતાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી લગભગ 30 કિમી દૂર નોંધાયુ હતું. જો કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. આજે વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠતા લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા.