Sihor

સિહોર ખાંભા ગ્રામ પંચાયત દ્વારા ડસ્ટબિન ફ્રી વિતરણ કરાયા

Published

on

પવાર

  • અમારૂ ગામ સ્વચ્છ ગામ

સિહોર નજીક આવેલ ખાંભા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો ને ફ્રી માં ડસ્ટબીન આપવામાં આવ્યા છે જેનો લાભ બહોળી સખ્યામાં લોકોએ લીધો હતો ગત ૧૫મી ઓગષ્ટના દિવસે ગામના મહિલા સરપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેનો તત્કાલ અમલ કરાયો છે. અને ગામને સ્વચ્છ બનાવવા ગામના લોકો સાથે મળીને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા સહિયારા પ્રયાસ કરવામાં આવશે માટે ગ્રામજનો માટે ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે

Dustbins were distributed free by Sihore Khambha Gram Panchayat

જેની ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ ઘર વેરા ધારકોને ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ માટે ડસ્ટીબીન નુ ફ્રીમાં વિતરણ ખાંભા ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવ્યું હતો જેનો તમામ ગ્રામજનોએ લાભ લીધો હતો. આ સુવિધા માત્ર ખાંભાના ગ્રામજનો માટે છે જેનાથી આપણે આપણુ ગામ સ્વચ્છ ચોખ્ખું રાખી શકીએ તો સૌએ સહકાર આપવા વિનંતી સરપંચ દ્વારા કરવામાં આવી હતી. આ તકે ચરપંસશ્રી, સહિત તલાટી મંત્રીશ્રી, સભ્યશ્રી તાલુકા પંચાયત શાખાનાં કર્મચારીઓ હાજર રહ્યા હતા

Exit mobile version