Sihor

સિહોરમાં દિપોત્સવી દરમિયાન સ્વાદ અને સોડમથી મધમધતા મુખવાસની ધૂમ ખરીદી

Published

on

ધાણા, વરીયાળી, તલના ભાવ સડસડાટ રીતે આસમાને આંબતા મીઠો મધુરો મુખવાસ કડવો બન્યો છતા.માંગ અકબંધ

અનેરા સ્વાદ અને સોડમથી મધમધતા મુખવાસની આઈટમનો મહારાજા ગણાતા ધાણા,વરીયાળી, તલના ભાવ આ વર્ષે સડસડાટ રીતે આસમાને આંબતા મુખવાસના ભાવમાં દોઢ ગણો ભાવવધારો થયો છે તેમ છતાં સિહોર શહેરની બજારોમાં મુખવાસનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. મુખવાસના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. પ્રકાશના મહાપર્વ દિપોત્સવીના પાંચ દિવસના પાવન અવસર દરમિયાન ચોતરફ ખુશીઓથી મહેંકતુ વાતાવરણ છવાઈ જાય છે. દિવાળીના તહેવારોમાં ઘરઆંગણે પધારતા મોંઘેરા મહેમાનોની આગવી રીતે મહેમાનગતિ કર્યા બાદ અલગ-અલગ સ્વાદ અને ગુણવત્તા ધરાવતો મુખવાસ આપવાની વર્ષોજુની આદર્શ પરંપરા આજની તારીખે પણ યથાવત રહી છે. શહેરના, મેઇન બજાર, આંબેડકર ચોક સહિત અનેક વિસ્તારમાં તેમજ કરીયાણા,જનરલ સ્ટોર્સ તેમજ મોલમાં મુખવાસની એક એકથી ચડીયાતી ટેસ્ટફુલ વેરાયટીઓ ઉપલબ્ધ છે તેથી જ મુખવાસના સ્ટોલના કાઉન્ટર્સમાં આવનાર ગ્રાહકને યોગ્ય પસંદગી માટે સૌ પ્રથમ મીઠી મુંઝવણ થાય છે. દિવાળી ઉપરાંત લગ્નસરાની સીઝનમાં પણ મુખવાસની સારી ડિમાન્ડ રહે છે.

During Dipotsavi in ​​Sihore, the smell of mouthwash sweetened with taste and soda was bought

મોટા ભાગના મુખવાસની બનાવટમાં ધાણાની દાળ, વરીયાળી, તલ અને અજમાનો મહત્તમ ઉપયોગ થાય છે.મુખવાસની ખરીદીમાં હવે ગળ્યુ મો કરવા કરતા પાચનલક્ષી મુખવાસનો પણ સારો એવો ક્રેઝ યથાવત રહ્યો છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ધાણાની દાળના ભાવમાં કિલોએ રૂા ૧૦૦નો વધારો, તલના ભાવમાં ૨૦ થી ૩૦ ટકા વધારો, વરીયાળીના ભાવમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો હોય તેની અસરથી ઉપરોકત વસ્તુઓથી મિશ્રિત મુખવાસમાં આ વર્ષે દોઢ ગણો ભાવ વધારો થયો છે. આ વર્ષે સેવન સીડ નામક નવી વેરાયટી મુકાઈ છે. જે હર્બલ,પંપીંગ બીડ, સન ફલાવર બીડ, રાગીસ, મગતરી (તરબુચના બી), અળસી, બ્લેક તલ અને વરીયાળી બીડથી મિશ્રીત છે.

During Dipotsavi in ​​Sihore, the smell of mouthwash sweetened with taste and soda was bought

જયારે કલકત્તી પાનનો ક્રેઝ હવે વધ્યો છે. શહેરના હાઈપ્રોફાઈલ વિસ્તારોના અનેક સુખી સમૃધ્ધ પરિવારો દ્વારા કલકત્તી પાનની ધૂમ ખરીદી થઈ રહી છે. આ વર્ષે બજારમાં સ્થાનિકની સાથે અન્ય પરપ્રાંતની બનાવટવાળા, આગવી વિશેષતાઓ અને ખાસીયતવાળા મુખવાસનું ચલણ વધ્યુ છે. કલકત્તીપાન, સેવનસીડ, રજવાડી નમકીન, આઈસ, હિંગાષ્ટક મિશ્રીત, લોનાવાલી, જોધપુરી, શાહી મેવા, દિલબહાર, નવરંગ, ટીનીમીની, જેલી કયુબ, ચુર્ણ સહિતની વેરાયટીઓની બજારમાં ધૂમ ખરીદી થઈ રહી છે.

Advertisement

Trending

Exit mobile version