Bhavnagar
સિહોર તાલુકામાં ડુપ્લીકેટ પાન મસાલા ; ગુટકાનું ધુમ વેચાણ થતું હોવાની ફરિયાદ
પવાર
- જીએસટી ચોરીની સાથે જનઆરોગ્ય સાથે થતા ચેડા, કેટલાક વહેપારીઓ દ્વારા માત્ર ચબરખી ઉપર જ રોજનો લાખો રૂપિયાનો થતો વેપાર
આજકાલ બીડી, પાન મસાલા ગુટખા ખાવાથી આરોગ્ય ને ગંભીર પ્રકારના કેન્સર જેવા રોગ થઈ શકે ગુટખા તમાકુ ઉપર સચિત્ર લખાણ દર્શાવેલ હોવા છતાં બીડી પાન મસાલા ગુટખા ખાવાનું પ્રમાણ ખુબ મોટા પ્રમાણમાં વધ્યું છે. જેમાં હવે તો મહિલાઓમાં પણ મસાલા ગુટખા તમાકુ પડીકીઓ ખાવાનું પ્રમાણ વધી રહ્યું છે આજે બીડી પાન મસાલા ગુટખા તમાકુ ઘેર ઘેર ને ઠેર ઠેર વેચાણ થતુ જોવા મળી રહ્યું છે ત્યારે વધારે કમાઈ લેવા ની લાયમાં સિહોર શહેર તેમજ તાલુકાના નાના મોટા ભાગના ગામડામાં પણ ડુપ્લીકેટ બીડી મસાલા ગુટખા તમાકુઓનું ધૂમ વેચાણ શરૂ છે.
તાલુકામા કેટલાક પાન-બીડી-ગુટકા- તમાકુનું હોલસેલ કોઈ પણ પ્રકારના પાકા બીલ વગર માત્ર ચબરખી ઉપર લાખો કરોડો વેચાણ થઈ રહ્યું છે. ત્યારે કેટલાક પાન બીડી મસાલા ગુટખા તમાકુ નુ છુટક વેચાણ કર્તા નાની મોટી દુકાનો કેબિનો માં નાના વહેપારીઓ ને કોઈ પણ પ્રકારના જી એસ ટી પાકા બીલ વગર માત્ર ચબરખી ઉપર પાન બીડી મસાલા ગુટખા તમાકુ નુ વેચાણ થતુ હોવાની બુમો તાલુકાના નાના મોટા છુટક વેપારી દ્વારા સંભળાઇ રહી છે માટે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છુટક વેપારી દ્વારા જાણવા મળી રહ્યું છે.