Bhavnagar

દમ મારો દમ : હુક્કો ફૂંકતા ૧૯ ઝડપાયા, ૪.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Published

on

પવાર

  • ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ નજીક આવેલા અસદ અસ્ફાક કાલવાના મકાનની અગાસી ઉપર મોડી રાત્રીના ઘોઘારોડ પોલીસનો દરોડો

ભાવનગરના ક્રેસન્ટ સર્કલ નજીક આવેલ એક મકાનની અગાસીમાં મોડી રાત્રીના ધમધમતા હુક્કાબાર ઉપર ઘોઘારોડ પોલીસે દરોડો પડી હુક્કાબાર ચલાવતા શખ્સ સહિત ૧૯ જેટલા ઇસમોને ઝડપી લઈ તમાકુની વિવિધ ફ્લેવરો,હુક્કા, મોબાઈલ સહિત કુલ રૂ.૪.૪૮,૭૫૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Dum Maro Dum: 19 arrested for blowing hookah, 4.48 lakh worth of money confiscated

ભાવનગરના ક્રેસન્ટ સર્કલ નજીક,માણેકવાડી વેરાયટી ફૂટવેર વાળા ખાંચામાં આવેલ નીલકંઠ ફ્લેટની બાજુમાં આવેલ પ્લોટ નં.૫૭૧ માં આવેલ અસદ અસ્ફાકભાઈ કાલવાના મકાનની અગાસી ઉપર અમુક ઈસમો ગેરકાયદેસર હુક્કાબાર ચલાવતા હોવાની મળેલી બાતમીના આધારે ઘોઘારોડ પોલીસે જરૂરી પંચનામું તૈયાર કરી ગત મોડી રાત્રીના સમયે બાતમી વાળી જગ્યાએ પહોંચતા મકાનની અગાસી ઉપરથી ધુમાડો જાેવામાં આવતા પોલીસે મકાનની અગાસી ઉપર દરોડો પાડી તપાસ કરતા ચાર ઈસમો કુંડાળું વળીને ફ્લેવર્ડ હુક્કો પીતા મળી આવ્યા હતા.

Dum Maro Dum: 19 arrested for blowing hookah, 4.48 lakh worth of money confiscated

ઘોઘારોડ પોલીસે હુક્કો પીતા ચાર ઈસમો મળી ૧૯ ઇસમોને હસ્તગત કરી અગાસીમાં હુક્કાબાર માટે રાખેલ અલગ અલગ ફ્લેવરની તમાકુના ત્રણ ડબ્બા,ચાર હુક્કા,૧૯ મોબાઈલ સહિત કુલ રૂ.૪,૪૮,૭૫૦ નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ સિગારેટ અને બીજી તમાકુ ઉત્પાદન અધિનિયમ ૨૦૦૩ ની કલમ ૪ અને ૨૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.હુક્કાબારમાં અન્ય માણસો મહેમાન તરીકે હાજર હોવાથી પોલીસે તેમને તપાસમાં જરૂર પડ્યે હાજર થવાની શરતે મુક્ત કર્યા હતા.

Trending

Exit mobile version