Gujarat

ગુજરાતના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, પંજાબની જેલમાંથી ચાલતું ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ

Published

on

ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડીને ડ્રગ્સના જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે. પકડાયેલા ડ્રગ્સની આંતર રાષ્ટ્રીય બજારમાં અંદાજીત કિંમત 200 કરોડની છે. ઉપરાંત ડ્રગ્સ સાથે 6 લોકોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. અરબ સાગરમાં ડ્રગ્સ માફિયાઓ દ્વારા ડ્રગ્સનો મોટો કારોબાર ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અરબ સાગરમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યો છે.

ત્યારે ફરી આજે ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ભારતીય જળસીમાની અંદર 6 માઈલ અને ગુજરાતના જખૌ દરિયાકિનારાથી 33 નોટિકલ માઈલ દૂર રહેલી અલ તયાસા નામની પાકિસ્તાની બોટમાં ડ્રગ્સ હોવાની માહિતી મળતા ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બોટમાંથી 40 કિલો ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાના શખ્શોની ધરપકડ કરવામાં આવી છે.ઉલેખનીય છે કે, દરિયામાંથી ઝડપાયેલું ડ્રગ્સ પંજાબ લઈ જવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. પંજાબની જેલમાં સજા ભોગી રહેલા એક નાઈજીરિયન કેદીએ આ ડ્રગ્સ મગાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેલમાંથી સમગ્ર ડ્રગ્સનું નેટવર્ક ચાલતું હોવાનું જાણવા મળી રહ્યું છે

Trending

Exit mobile version