Tech

શું તમે Instagram પર ફોલોઅર્સ વઘારવા માંગો છો તો આ રહી સરળ રીત

Published

on

ફોટો શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ  લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે, અને દરેક લોકો ઇચ્છતા હોય  કે તેના  ઇન્સ્ટાગ્રામ  ફોલોઅર્સ ઝડપથી વધે. આ અન્ય વપરાશકર્તાઓને તમારી જૂની પોસ્ટ્સ દ્વારા પણ સ્ક્રોલ કરવાની મંજૂરી આપે છે, અને જો તેઓને તે ગમે તો અન્ય લોકો સાથે શેર પણ કરી શકે છે.આ રીતે ફોલોઅર્સની સંખ્યા વધવા લાગે છે, પરંતુ તમને જણાવી દઈએ કે હેશટેગની પણ ફોલોઅર્સ વધારવામાં મહત્વની ભૂમિકા હોય છે. આ સાથે, તમારી પોસ્ટની પહોંચ વધવા લાગે છે,અને  પોસ્ટ વધુને વધુ લોકોને દેખાય છે. પરંતુ જો તમે હજી સુધી હેશટેગ વિશે સાંભળ્યું નથી અથવા હેશટેગ્સ કેવી રીતે લાગુ કરવા અને કેવી રીતે સર્ચ કરવામાં આવે છે તે જાણતા નથી તો આજે તમારી સમસ્યા હલ થઈ જશે.

Do you want to gain followers on Instagram then here is the easy way

તમને જણાવીશું કે તમે કેવી રીતે ઇન્સ્ટાગ્રામ પર હેશટેગ્સ પણ સર્ચ કરી શકો છો અને તેનો ઉપયોગ કરીને તમારા ફોલોઅર્સ વધારી શકો છો.

1: સૌ પ્રથમ, તમારા ડિવાઈઝ પર Instagram એકાઉન્ટ ખોલો.

2: ‘#’ ચિહ્ન લખીને કીવર્ડ લખો.

3: હવે અહીં તમે તમારી પોસ્ટ સંબંધિત કોઈપણ હેશટેગ શોધી શકો છો. ઉદાહરણ તરીકે #Pets. આ લખતાની સાથે જ તેનાથી સંબંધિત અનેક પ્રકારના હેશટેગ તમારી સામે આવી જશે.

Advertisement

4: અહીં તમે જોઈ શકશો કે કયું હેશટેગ કેટલુ લોકપ્રિય છે અને કેટલા નંબર છે. આ સાથે, તમે તમારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અનુસાર નક્કી કરીને કેટલાક ટોચના સૌથી લોકપ્રિય હેશટેગની નકલ કરી શકો છો.

હેશટેગનો આમ ઉપયોગ કરવાથી પણ  ચોક્ક્સ  તમને તમારા ફોલોઅર્સ વઘારવામાં મદદ મળશે.

 

 

 

Advertisement

Exit mobile version