Food
શું તમે જાણો છો કે સૌની પ્રિય તંદૂરી રોટી આપણી થાળી સુધી કેવી રીતે પહોંચી?
ભારતીય લોકો ખાવા-પીવાના ખૂબજ શોખીન હોય છે. તેઓ ખાવા-પીવા પાછળ એટલા બધા દિવાના હોય છે કે, કઈંક ભાવતું ભોજન ખાવા 200 કિલોમીટર દૂર પણ પહોંચી જાય છે. ભારતીય વાનગીઓનો સ્વાદ આખી દુનિયામાં સૌથી અલગ હોય છે, કારણકે અહીંના દરેક ફૂડને અલગ જ અંદાજમાં બનાવવામાં આવે છે.
જો તમને તંદૂરી રોટલી બહુ ભાવતી હોય તો, ક્યારેક-ક્યારેક તમારા મનમાં એ સવાલ પણ થતો હશે કે, આ તંદૂરી રોટલી બનાવવાની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ હશે. આજે આ બધા જ સવાલોના જવાબ અમે તમને જણાવી રહ્યા છીએ.
તંદૂરી ભોજન શું છે?
તંદૂરી રોટલીનો ઈતિહાસ જાણાતાં પહેલાં એ જાણવું ખૂબજ જરૂરી છે કે, તંદૂરી ભોજન શું છે અને પહેલીવાર તેને ક્યારે બનાવવામાં આવે છે. કહેવાય છે કે, ભારતમાં તંદૂરી ભોજનનું ચલણ ઘણાં વર્ષો પહેલાંથી જ હતું, પરંતુ મુગલ કાળમાં તેને બહુ પસંદ કરવામાં આવતી હતી. મુગલ કાળમાં માત્ર તંદૂરી રોટલી જ નહીં પરંતુ તંદૂરી ચિકન, તંદૂરી મટન વગેરે વાનગીઓ પણ બનાવવામાં આવતી હતી.
જહાંગીરને ખૂબ ગમતી હતી
એવું માનવામાં આવે છે કે, તંદૂરી ભોજન મુગલ બાદશાહ જહાંગીરને ખૂબજ ગમતું હતું. ઘણા લોકો એમ માને છે કે, જહાંગીર દેશના કોઈપણ ભાગમાં જાય તો તેમને તંદૂરી રોટી, તંદૂરી ચિકન, તંદૂરી મટન વગેરે પીરસવામાં આવતું હતું. જહાંગીર તેમની સફરમાં તંદૂરી ચૂલ્હો લઈને જ જતા હતા.
તંદૂરી રોટીનો ઈતિહાસ
તંદૂરી રોટીનો ઈતિહાસ ખૂબજ રસપ્રદ છે. કહેવાય છે કે, આ રોટીની શરૂઆત લગભગ 5 હજાર વર્ષ પહેલાંથી થઈ હતી. ઘણા લોકો એમ માને છે કે, સિંધુ ઘાટીમાં હડપ્પા સભ્યતાના લોકો તંદૂરી રોટી બનાવતા હતા.
આ સિવાય એમ પણ કહેવાય છે કે, માટીના ચૂલ્હા પ્રાચીન મિસ્ત્ર અને મેસોપોટામિયાની સભ્યતામાં જોવા મળતા હતા અને ત્યાં પણ તંદૂરી રોટી બનાવવાની વ્યવસ્થા હતી.
ગુરૂ નાનક દેવ સાથે જોડવામાં આવે છે
તંદૂરી રોટી અને તંદૂરી ભોજનને લોકપ્રિય બનાવવા પાછળ ગુરૂ નાનક દેવજીને પણ શ્રેય જાય છે. કહેવાય છે કે, સામાન્ય લોકોમાં પ્રેમ જાળવી રાખવા માટે ગુરૂ નાનક દેવ સાંઝ ચૂલ્હાને પ્રોત્સાહન આપ્યું હતું. સાંઝ ચૂલ્હા દ્વારા ગુરૂ નાનક દેવ સાંઝ ચૂલ્હાને પ્રોત્સાહન આપ્યું હતું. સાંઝ ચૂલ્હાના માધ્યમથી એક જ જગ્યાએ તંદૂરી અને અન્ય પકવાનો બનતાં હતાં અને બધાં લોકો એકસાથે બેસીને ખાતા હતા.
જો તમને આ સ્ટોરી ગમી હોય તો તેને ફેસબુક પર લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ સેક્શનમાં જણાવજો તમારાં મંતવ્યો. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.