Sihor

જિલ્લા પોલીસવડાએ સિહોરના 7 પોલીસ જવાનોને કર્યા સસ્પેન્ડ ; ટાણા પાસે મળેલો વિદેશી દારૂનો મામલો

Published

on

કાર્યાલય

મળતા અહેવાલો મુજબ જિલ્લા પોલીસવડાએ સિહોરના 7 પોલીસ જવાનોને સસ્પેન્ડ કર્યા છે. ગત રવિવારે LCBએ સિહોરમાંથી વિદેશ દારૂ ઝડપ્યો હતો. રેડમાં વિદેશી દારૂ સહિત 12.55 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. દારૂ પકડાયા બાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કાર્યવાહી કરવામાં આવી છે, આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, રવિવારે LCBએ સિંહોરમાંથી વિદેશ દારૂ ઝડપ્યો હતો. રેડમાં વિદેશી દારૂ સહિત 12.55 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. દારૂ પકડાયા બાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ તે દરમિયાન ફરજમાં બેદરકારી દાખવનાર 6 ડી સ્ટાફના જવાનો અને બીટ જમાદાર સહિત 7 જવાનોને સસ્પેન્ડ કરી દેવાયા છે. જેમાં 6 ડી સ્ટાફના જવાનો અને 1 બીટ જમાદારનો સમાવેશ થાય છે.

Exit mobile version