Sihor
સિહોરના કનાડ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કલેકટર મહેતાએ પરિસંવાદ કર્યો
પવાર
ખેતરની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની કામગીરીને જિલ્લા કલેક્ટરશ્રીએ બિરદાવી
સિહોરના કનાડ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કલેકટર શ્રી આર.કે. મહેતા એ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતના ફાર્મની મુલાકાત લઈને પરિસંવાદ યોજ્યો હતો. જિલ્લા કલેકટર શ્રી આર.કે. મહેતા એ કનાડ ગામે રહેતા શ્રી રઘુભા ગોહિલના ફાર્મની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક ખેતી અંગે તેમની સફળતા માટેની અથાગ મહેનતને બિરદાવી હતી.
આ તકે ઉપસ્થિત આસપાસના ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સમજ આપી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત ખેડૂતોને ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી કરવા અંગે પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે સિહોર મામલતદાર શ્રી જોગસિંહ દરબાર, પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા) શ્રી જે. એન. પરમાર, નાયબ ખેતી નિયામક(વી) શ્રી એસ. બી. વાઘમશી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.