Bhavnagar

ભાવગનરમાં 2500થી વધુ સ્કુલ બેગનું વિતરણ

Published

on

પવાર

અર્હમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા એજ્યુકેશન કીટ સહાયનું આયોજન ભાવનગરની બાજુમાં આવેલા ગામડાઓમાં પ્રાથમિક શાળામાં સ્કૂલ બેગનું વિતરણ કરેલ છે. અર્હમ યુવા સેવા ગ્રૂપના મેમ્બરોએ જૂની પસ્તી અને જૂના ચોપડીઓ, પૂંઠાઓ વગેરે ભેગા કરી તેમાંથી ઉભી થયેલ રકમ માંથી 2500 કરતા વધારે સ્કૂલ બેગનું ઉપરની શાળાઓમાં વિના મૂલ્ય વિતરણ કરેલ છે. આ સેવા કાર્યમાં સમીરભાઈ ,નિલેશભાઈ, રમેશભાઈ, વિવેકભાઈ ,રીંકુબેન, સ્વીટીબેન ,બીજલબેન, તૃપ્તિબેન વગેરે જોડાયા હતા.

Exit mobile version