Sihor

સિહોર એજ્યુકેશન સોસાયટી ખાતે મુંબઈ સ્થિત દાતાના દાનથી વિધાર્થીઓને ચોપડા વિતરણ

Published

on

પવાર

ધ સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એલ ડી મુની હાઇસ્કુલ તથા શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ હાઇસ્કુલના તમામ વિદ્યાર્થી તેમજ વિધાર્થિનીઓને સિહોર ના વતની એવા હાલ મુંબઈ રહેતા ચંદ્રકાન્તભાઈ શાહ દ્વારા તેમના માતૃશ્રી શાંતાબેન ચંપકલાલ શાહની સ્મૃતિમાં વિનામૂલ્યે નોટબુક વિતરણ સમારોહ એલ ડી મુની હાઈસ્કુલના માનદ મંત્રી અશ્વિનભાઈ ગોરડિયા તેમજ ધનવંતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતીમાં યોજાયો હતો.

Distribution of books to students at Sehore Education Society with donations from a Mumbai-based donor.
Distribution of books to students at Sehore Education Society with donations from a Mumbai-based donor.

આ નોટબુક વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અને સદસ્યશ્રીઓ તેમજ સિહોર લાયન્સ ક્લબના પ્રમુખ ડૉ.પ્રશાંતભાઈ આસ્તિક, દાતાશ્રીઓના પરિવારજનો, બન્ને શિક્ષણ સંસ્થા ના પ્રિન્સીપાલ શ્રી શિવભદ્રસિંહ ગોહિલ તેમજ અમીષાબેન શાહ , એજ્યુકેશન સોસાયટી ના શિક્ષકગણ સહિતનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Distribution of books to students at Sehore Education Society with donations from a Mumbai-based donor.
Distribution of books to students at Sehore Education Society with donations from a Mumbai-based donor.
Distribution of books to students at Sehore Education Society with donations from a Mumbai-based donor.

અહીં ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પેટે એક વિદ્યાર્થી દીઠ ૩ ફૂલ સ્કેપ ચોપડો આપવામાં આવેલ આ ચોપડા ની કિંમત જોતા એક ચોપડા દીઠ રૂ.૬૦ વધુ છે, દાતાશ્રી ચંદ્રકાંતભાઈ શાહ દ્વારા મુંબઈ થી ટ્રાન્સપોર્ટ દ્વારા સંસ્થા ને આ નોટબુક વિતરણ કરવા અંગે મોકલવામાં આવેલ છે

Advertisement

Exit mobile version