Sihor
સિહોરમાં મોતના માંચડાની જેમ ભયગ્રસ્ત મકાનો લટકી રહ્યાં છે, અધિકારીઓ જાણે ધરાશાયીની રાહમાં!
દેવરાજ
અનેક વિસ્તારોના જર્જરિત મકાનો બન્યા જીવતા મોત, નોટીસ પાઠવી તંત્ર માને છે સંતોષ, આફતને આમંત્રણ આપતા સિહોરમાં અનેક જર્જરિત મકાનો, ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે ત્યારે કોઈ મોટી દુર્ઘટનાની રાહ, મોટી દુર્ઘટના સર્જાય અને તેમાં જાનહાની થાય પછી જ તંત્ર નિંદ્રામાંથી જાગશે ? ચોમાસા દરમ્યાન અિત જર્જરિત બિલ્ડિંગો ધરાશાયી થાય તે પહેલા તોડી પાડવા તંત્ર તાકીદે પગલા ભરે, મોટી દુર્ઘટના સર્જાય અને તેમાં જાનહાની થાય પછી જ તંત્ર નિંદ્રામાંથી જાગશે ? ચોમાસા દરમ્યાન અિત જર્જરિત બિલ્ડિંગો ધરાશાયી થાય તે પહેલા તોડી પાડવા તંત્ર તાકીદે પગલા ભરે
સિહોર શહેરમાં અનેક મકાનો એવા આવેલા છે કે જે જર્જરિત હાલતમાં છે. ત્યારે ચોમાસુ પગમાં આવી ગયું હોવા છતાં સિહોરમાં મોતના સામાન સમાન બિલ્ડિંગો મકાનોને તોડી પાડવા માટે નગરપાલિકા નિદ્રાધીન હોય એવું લાગી રહ્યું છે. શહેરમાં અનેક એવા ભયગ્રસ્ત મકાનો છે જે પવન સાથે વધુ વરસાદ પડે તો અનેકના જીવ લઈ જાય તેમ છે. તંત્રએ નોટિસ પણ આપી છે. પરંતુ પગલા લેવાતા નથી. પ્રિમોન્સુનના નામે મસમોટી વાતો કરતું તંત્ર માત્ર નોટિસ અને લિસ્ટ બનાવી સંતોષ માની લે છે. અનેક જર્જરિત અને જોખમી મકાનો મોતના માંચડા સમાન ઝળુંબી રહ્યા છે અને તે ગમે ત્યારે ધસી પડે તેવી હાલતમાં છે ત્યારે પાલિકા તંત્ર સત્વરે જાગે અને આ ઇમારતો ઉતારી લેવાની નક્કર કાર્યવાહી કરે તેવી માગણી ઉઠવા પામી છે.