Dhasa
ઢસા ; પિતાનો સામાજિક વારસો સવાયો જાળવી પિતાની કાયમી સ્મૃતિ ઉજાગર કરવા પુત્રનું સામાજિક યોગદાન
રઘુવીર મકવાણા
- ઢસા જંકશનની શોભામાં વધારો કરતા પ્રવેશદ્વારનું નિર્માણ, લોકપ્રહરી સદગત કાળુભાઇ કટારીયાની સ્મૃતિમાં પ્રવેશદ્વાર લોકાર્પણ કરાયુ
લોકલાગણીનો સ્વિકાર કરી વતનની શોભા વધારવા ઢસાના લોક પ્રહરી સદગત કાળુભાઇ કટારીયાની સુવાસ આજે પણ અકબંધ છે. ત્યારે હિંમતભાઈ કટારીયા પરિવાર તરફથી પોતાના પિતાજી શેઠ કાળુભાઇ રામભાઈ કટારીયાની સ્મૃતિમાં ભવ્ય પ્રવેશ દ્વાર નિર્માણ કરી લોકાર્પણ કરાયુ હતું. ઢસામા ગ્રામ પંચાયત છે.
પરંતુ ગામના મોટા આગેવાનો ગામની સગવડો વધારવા અને ગ્રામજનોની મદદ માટે હંમેશા આગળ આવીને ઊભા રહેતા હોય છે. ત્યારે ગ્રામજનોની લાગણી ને ધ્યાનમાં લઈને ગામના આગેવાન હિમતભાઈ કટારીયા તથા પરિવાર દ્વારા પોતાના પિતાની સ્મૃતિમાં અને ઢસા ગામની શોભામાં વધારો કરવા ભવ્ય પ્રવેશ દ્વાર નું નિર્માણ કરાવ્યું છે. આ સ્મૃતિ પ્રવેશદ્વાર નું લોકાર્પણ તા.૨૫/૨/૨૩ ને શનિવાર ના રોજ સાંજે ૬ કલાકે રાખવામાં આવ્યુ હતુ.
આ પ્રવેશ દ્વાર લોકાર્પણ પ્રસંગે સીતારામ બાપુ, અધ્યાત્મ સ્વરૂપસ્વામી અને જગદીશગીરી પ્રભાતગીરી ગોસ્વામી ના હસ્તે રાજકીય સામાજિક અગ્રણીઓ અને આજુબાજુના વિસ્તારના લોકોની બહોળી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સંતો અને અગ્રણીઓ તરફથી ઢસા પંથકમાં સદગત કાળુભાઇ કટારીયા અને પરિવારની યથાવત રહેલી પરંપરા સેવાકાર્યોની સુવાસને બિરદાવી સરાહના વ્યક્ત કરી હતી. તેમજ કટારીયા પરિવાર તરફથી ઢસા વિસ્તારના સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ.