Gujarat

લોકશાહી લોકજાગરણ : ઈન્દ્રનીલના પુસ્તકનું વજુભાઈ-શકિતસિંહના હસ્તે વિમોચન

Published

on

કુવાડિયા

ઈન્દ્રનીલની ‘જય હો’ સ્ટાઈલ: ખરાબ સિસ્ટમ માટે કોઈને દોષ દેવાને બદલે ‘પબ્લીક’ પોતાનાથી જ શરૂઆત કરે

લોકશાહી તથા બંધારણનાં ધ્વસ્ત થતા મુલ્યોને ટકાવવાનાં સંદેશ સાથે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય તથા લડાયક નેતા ઈન્દ્રનીલ રાજયગુરૂએ લખેલા પુસ્તક ‘લોકશાહી લોક જાગરણ’નું સાદગીતભર્યા છતા ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં વજુભાઈ વાળા તથા શકિતસિંહ ગોહીલના હસ્તે વિમોચન કરાયુ હતું. આ પ્રસંગે શહેરનાં આગેવાનો-શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ‘લોકશાહી લોકજાગરણ’ના લેખક ઈન્દ્રનીલ રાજયગુરૂએ પુસ્તક વિશે કહ્યું કે જાહેર જીવનના અનુભવો તથા વૈચારીક શકિતનાં આધારે લોકશાહી-બંધારણીય મુલ્યો તથા વર્તમાન હાલત વિશે મનોરંજન કરવામાં આવ્યું છે. બંધારણીય મુલ્યો મુજબ સીસ્ટમ આગળ વધે તો જ સાચી લોકશાહી દ્રશ્યમાન થઈ શકે.

Democratic Lok Jagran: Release of Indranil's book by Vajubhai-Shakit Singh

Books…

શકિતસિંહનું દર્દ છલકાયું : પ્રજાહિત માટે શાસક-વિપક્ષની એકતામાં હવે ‘ઓટ’ આવી હતી

Advertisement

વિવિધતામાં એકતા-બીન સાંપ્રદાયિકતાથી જ ભારત મજબુત ધાર્મિક કટ્ટરતા ધરાવતાં પાકિસ્તાનની હાલત નજર સામે છે

Democratic Lok Jagran: Release of Indranil's book by Vajubhai-Shakit Singh
Democratic Lok Jagran: Release of Indranil's book by Vajubhai-Shakit Singh

કોંગ્રેસનાં રાજયસભાનાં સાંસદ તથા સીનીયર નેતા શકિતસિંહ ગોહીલે ગુજરાતની આગથી રાજકીય પરંપરાને તાદ્રશ્ય કરવા સાથે તીખી ટકોર પણ કરી હતી. તેઓએ કહ્યું કે કોઈપણ ક્ષેત્રે મતભેદ હોય છે.મનભેદ હોતા નથી ગુજરાતની રાજકીય પરંપરામાં પણ ‘એક વખત’હતો કે જયારે રાજકીય પક્ષોનાં નેતાઓ વચ્ચે વિચારોની આપ-લે થતી હતી. અને જુદા જુદા પક્ષમાં હોવા છતાં એક મંચ પર બેસતા હતા. પ્રજાના હિતનો મુદ્દો હોય તો પાર્ટીલાઈન ભૂલીને એકતાથી લડવાની પરંપરા હતી. પરંતુ હવે તેમાં ઓટ આવી છે. ભવ્ય રાજકીય પરંપરાનાં સાથી ખુદ વજુભાઈ વાળા છે. ગુજરાતમાં રાજકીય સંકટ વખતે કોંગ્રેસ ધારાસભ્યોને બેંગ્લોર લઈ ગઈ હતી. આ વખતે વજુભાઈ વાળાજ કર્ણાટકનાં રાજયપાલ હતા. તેઓએ પક્ષનાં વાડામાં પડયા વિના ગુજરાતના કોંગ્રેસનાં ધારાસભ્યો હોવાને નાતે ગર્વનર હાઉસમાં ચા-નાસ્તા માટે આવવા આમંત્રણ આપ્યું હતું. ભુતકાળમાં ગુજરાતમાં આવી રાજકીય પરંપરા હતી. લોકશાહી-બંધારણને લાગેવળગે છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાન બન્ને એકસાથે આઝાદ થયા હતા. ભારતે વિવિધતામાં એકતા સાથે બીનસાંપ્રદાયીક બન્યુ અને એટલે મજબુત છે જયારે ધાર્મિક ક્ટ્ટરતાનું પરીણામ પાકિસ્તાનની હાલત પરથી જોઈ શકાય તેમ હોવાની ટકોર કરી હતી.

Trending

Exit mobile version