Bhavnagar

ડિસેમ્બર અડધો વીતવા આવ્યો પણ ઠંડી ચમકારો નથી બતાવતી, શીતલહેર : ધુમ્મસના ઠેકાણા નથી

Published

on

પવાર

  • નિષ્ણાંતો કહે છે નવેમ્બર અને ડિસેમ્બરમાં સક્રીય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અભાવે શિયાળો ‘ગરમી’ નથી પકડતો : કડકડતી ઠંડી આવતા સમય લાગી શકે છે

ડિસેમ્બર મહિનો અડધો વીતવા આવ્યો છે પણ દેશમાં હજુ ઠંડીનો ચમકારો જામતો નથી, ધુમ્મસ પણ ગાયબ છે. દેશના મોટાભાગના ભાગોની આ જ સ્થિતિ છે, સવાલ એ છે કે આમ કેમ? વર્ષ 2022માં વરસાદ અને ગરમીએ પોતાની હાજરી પુરાવી હતી પણ ઠંડી શા માટે આંખ મીંચામણો કરી રહી છે. આ મામલે હવામાન વિભાગના મુખ્ય ડો. એમ.મોહપાત્રાનું કહેવું છે કે આ વખતે શિયાળો સામાન્ય કરતા વધુ ‘ગરમ’ છે. આમ કેમ છે તે ચોકકસ રીતે કહી નથી શકાતું. તેમ મોટુ કારણ છે નવેમ્બર અને ડિસેમ્બરમાં સક્રીય પશ્ચીમ ડિસ્ટર્બન્સનું ન હોવું છે. હવામાન શુષ્ક રહ્યું અને હવાઓ એટલી મજબૂત ન રહી. આ કારણે શીતલહેર અને ધુમ્મસના દિવસો નથી જોવા મળતા. ખરેખર તો પશ્ચીમી ડિસ્ટર્બન્સ ઉતર ભારતમાં ઠંડી આવવાના સંકેત આપે છે તે વરસાદના તોફાન છે, જે ભૂમધ્ય સાગરમાં તૈયાર થાય છે

અને પુર્વની તરફ આગળ વધે છે અને હિમાલય પર અસર પાડે છે. જેને લઈને પહાડી રાજયોમાં બરફવર્ષા છે અને નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે ઉતર-પશ્ચીમ ક્ષેત્રોમાં વરસાદ થાય છે. વરસાદ નહીં થવાથી આકાશમાં વાદળ નથી થતા અને સૂરજના કિરણો ધરતીની સપાટી સુધી સીધા પહોંચે છે, જેવી ધરતી ગરમ થાય છે તો તે વાતાવરણમાં વધુ ગરમી રેડીએટ કરે છે, જેથી પારો વધુ નીચે નથી આવતો.હવામાન વિભાગનું કહેવું છે કે મેદાની વિસ્તારમાં ઠંડીને આવવામાં થોડો સમય લાગશે. જો કે, સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં એક પશ્ચીમી ડિસ્ટર્બન્સની અસર થઈ છે, જે જલદી ખતમ થઈ શકે છે. સિમલામાં આઈએમડી રિજયોનલ સેન્ટરના પ્રમુખ સુરેન્દ્ર પોલનું કહેવું છે કે આ માત્ર જમ્મુ અને કાશ્મીરના ઉતરી ભાગો અને કિન્નોર, લાહોલ સ્પિતી જેવા હિમાચલના વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે, બાકીના ક્ષેત્રો શુષ્ક છે.

Trending

Exit mobile version