Bhavnagar

ભાવનગર શહેર-જીલ્લાની 7 બેઠકની કાલે ઈજનેર કોલેજ ખાતે મતગણતરી

Published

on

બરફવાળા.

  • સ્‍ટાફને સવારે ૭ વાગ્‍યે એન્‍ટ્રી : સવારે ૮ વાગ્‍યાથી પ્રારંભ : બપોરે ર વાગ્‍યે ફેંસલો…: જબરી ઉતેજના : ભાજપ-કોંગી-આપ ત્રણેય પક્ષના જીતના દાવા : મતગણતરી કેન્‍દ્ર પર કોઇપણ વ્‍યકિત-સ્‍ટાફ-ચૂંટણી એજન્‍ટ મોબાઇલ નહી લઇ જઇ શકે

ભાવનગર શહેર – જીલ્લાની 7 વિધાનસભા બેઠકની ઈજનેર કોલેજ ખાતે સવારે ૮ વાગ્‍યાથી મતગણતરીનો પ્રારંભ થશે, અને બપોરે ર વાગ્‍યે તમામ બેઠકોનો ફેંસલો આવી જશે, મતગણતરી સંદર્ભે ભારે ઉતેજના છે, ઈજનેર કોલેજ મતગણતરી કેન્‍દ્ર ખાતે ચકલૂય ન ફરકે તેવો જડબેસલાક પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે,

Counting of votes for 7 seats of Bhavnagar city-district tomorrow at Engineer College
Counting of votes for 7 seats of Bhavnagar city-district tomorrow at Engineer College
Counting of votes for 7 seats of Bhavnagar city-district tomorrow at Engineer College

કાઉન્‍ટીંગ સ્‍ટાફને સવારે ૭ વાગ્‍યે એન્‍ટ્રી અપાશે, સવારે ૮ માં પ મીનીટ પહેલા ઉમેદવારો તેમના એજન્‍ટો-કલેકટર-ઓર્બ્‍ઝવરની હાજરીમાં ઇવીએમ જયાં સીલ કરાયા છે તે સ્‍ટ્રોંગ રૂમના સીલ તોડી ઇવીએમ બહાર લવાશે. કાલે મતગણત્રી હોય ભારે ઉતેજના છવાઇ છે, ભાજપ-કોંગી-આપ ત્રણેય પક્ષ જીતના દાવા કરી રહ્યું છે, મતગણતરી કેન્‍દ્ર ઉપર કોઇપણ વ્‍યકિત સ્‍ટાફ ચૂંટણી એજન્‍ટ ઉમેદવાર મોબાઇલ નહી લઇ જઇ શકે, તેમજ અહીં ચૂસ્‍ત બંદોસ્‍ત વચ્‍ચે તમામ તૈયારીઓ કરી લેવાઇ છે.

Exit mobile version