Palitana
પાલીતાણા શેત્રુંજય પર્વત પર નીલકંઠ મહાદેવ મંદિર અંગે વિવાદ વધ્યો – જૈન સમાજે વિશાળ રેલી કાઢી આપ્યું આવેદન
કુવાડિયા
નિલકંઠ મંદિરનો વિવાદ વકર્યો : જૈન સમુદાય દ્રારા ભવ્ય ધર્મસભા યોજી રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત, અલગ અલગ રાજ્યમાંથી જૈન સમાજના અગ્રણી પાલીતાણા દોડી આવ્યા, અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ
જૈનોની નગરી પાલીતાણાના શેત્રુંજય પર્વત પર આવેલ નીલકંઠ મહાદેવ મંદિરનો વિવાદ ફરી વકર્યો છે. ડુંગર પરના મોટાભાગના જૈન મંદિરો અને બીજા અનેક મંદિરોનો વહીવટ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા કરવામાં આવી રહ્યો છે જ્યારે નીલકંઠ મંદિર નો વહીવટ સરકાર હસ્તક હોય જેમાં પણ જૈન સમાજ દ્વારા દખલગિરી ની ઘટના થી હાલ ભારે વિવાદ ઉઠ્યો છે. જેમાં મંદિરને લઈને પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે તકરાર ચાલી રહી છે. મંદિર બહાર પેઢીએ સીસીટીવી મુકતા શિવ મંદિરના પૂજારી અને તેના માણસો સીસીટીવી માટેના થાંભલા અને બોર્ડ ઉતારી લેવામાં આવતા જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. પાલીતાણા તળેટી ખાતે આજે અલગ અલગ રાજ્યમાંથી જૈન સમાજના અગ્રણી અને આગેવાનો પાલીતાણા પહોંચ્યા હતા તળેટી ખાતે જૈન સમાજની ભવ્ય ધર્મસભા રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં યુવા યુવતીઓ રેલીમાં જોડાઈ હતી. જૈન સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે નીલકંઠ મહાદેવનો મંદિરનો વિવાદ, પ્રાચીન ચરણ પાદુકાને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક પગલાં, ડુંગરની આજુબાજુમાં થતું ગેરકાયદેસર ખનન, તળેટી વિસ્તારમાં થઈ રહેલા દારૂના વેચાણ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી હતી.
જેમાં આવારા તત્વો જૈન મંદિરોમાં અને સાધુ ભગવંતોના મંદિરોમાં પગલાની તોડફોડ કરી હિંદુ અને જૈન વચ્ચે વૈયમનષ્ય ઊભું થાય તેવા પ્રકારનું કૃત્ય કરતા હોય તેના વિરોધમાં ગુજરાત અને દેશનાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો પાલીતાણા ખાતે ઉમટી પડ્યા હતા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આવા આવારા તત્વો સામે સરકાર તાકીદે પગલા ભરે તેવી માંગ કરવામાં આવી હતી. પાલિતાણામાં નિલકંઠ મંદિરનો વિવાદ ફરી એક વખત સામે આવ્યો છે. મંદિરને લઈને પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે તકરાર ચાલી રહી છે. મંદિર બહાર પેઢીએ સીસીટીવી મુકતા શિવ મંદિરના પૂજારી અને તેના માણસો સીસીટીવી માટેના થાંભલા અને બોર્ડ ઉતારી લેવામાં આવતા જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. પાલીતાણા તળેટી ખાતે આજે અલગ અલગ રાજ્યમાંથી જૈન સમાજના અગ્રણી અને આગેવાનો પાલીતાણા પહોંચ્યા હતા તળેટી ખાતે જૈન સમાજની ભવ્ય ધર્મસભા રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં યુવા યુવતીઓ રેલીમાં જોડાઈ હતી. જૈન સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે નીલકંઠ મહાદેવનો મંદિરનો વિવાદ, પ્રાચીન ચરણ પાદુકાને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક પગલાં, ડુંગરની આજુબાજુમાં થતું ગેરકાયદેસર ખનન, તળેટી વિસ્તારમાં થઈ રહેલા દારૂના વેચાણ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી હતી