Sihor
સિહોર સાગવાડી ગામના પાદરમાં રસ્તા બાબતે કોન્ટ્રાકટર અને તંત્રના ત્રાસથી લોકો કંટાળ્યા
દેવરાજ
અધૂરા કામની શરૂઆત આવતી તા ૧૦ સુધીમાં શરૂ કરવામાં નહિ આવે તો સાગવાડી ગામના લોકો રોડ પર ઊતરી જશે, તંત્રની મિલીભગત છે, કોન્ટ્રાકટરને નબળું કામ કરવું હોવાનો આક્ષેપ
સિહોર નજીક આવેલ સાગવાડી ગામની હદમાં રોડનું કામ અધૂરું છોડાતા આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિહોરથી વાયા ટાણા થઇ વરલ સુધીનો નવો માર્ગ ચોમાસા પહેલાં બનાવવામાં આવેલ.પરંતુ એ સમયે સાગવાડી ગામનો હાઇ-વે પરનો માર્ગ અધૂરો છોડી દેવામાં આવ્યો હતો જોકે થોડા સમય પહેલા સાગવાડી ગામ નજીક અધૂરા છોડાયેલા માર્ગનું કામ શરૂ કરાયું હતું જોકે રસ્તા બાબતે કોન્ટ્રાકટર અને તંત્રના ત્રાસથી લોકો કંટાળ્યા છે.
લોકોનું કહેવું છે કે સાગવાડીના પાદરમાં ત્રણ માસથી રોડનું કામ શરૂ છે. એક કિમીના રોડના કામોમાં કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાક્ટ પોતાના કામના બીલકુલ બેદરકાર છે અને રોડ ખોદી નાંખેલ છે છેલ્લા બે માસ થી રીપેરીંગ કરવાનું બંધ કરેલ છે. હજારોની સંખ્યામાં વાહનો નીકળે છે.
ધુળની ડમરી ચડે છે. બેદરકાર ઈજનેર નાં કારણે સાગવાડી આખું ગામ ધુળ ની ડમરી ખાવાનું ભોગ બની રહ્યું છે. તા ૧૦ સુધી માં રોડ નું કામ સરખી રીતે શરૂ કરવામાં નહીં આવે તો સમગ્ર સાગવાડી ગામના તમાંમ નાગરીકો રસ્તો બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાક્ટરની મીલી ભગત છે કામ નબળું કરવું હોવાનો પણ આરોપ લાગ્યો છે. ત્યારે માર્ગ પરથી પસાર થતાં વાહનોચાલકો અને રાહદારીઓની હાલાકી અને મુશ્કેલીને ધ્યાને લઇ સાગવાડી ગામની હદમાં બાકી રહેલા માર્ગનું વહેલામાં વહેલી તકે મરામત કરવામાં આવે તે હાલના તબક્કે અત્યંત જરૂરી બની ગયું છે.