Sihor

સિહોર ખાતે આંબેડકર ભવન બનાવવાનો આખરે અંત ; કામના શ્રી ગણેશ થયા : કરોડોના ખર્ચે ભવન બનશે

Published

on

પવાર

ગુજરાત સરકાર દ્વારા સિહોર ખાતે આંબેડકર ભવન બનાવવા માટે સવિર્ણમ ગુજરાતની યોજનામાંથી નાણાંકીય ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ આ ભવન ક્યાં બનાવવું તેને લઈ ખૂબ ચર્ચાઓ ચાલી હતી, ત્યાર બાદ ભાવનગર જિલ્લા ભાજપા પ્રમુખ મુકેશભાઈ લંગાલિયા, તેમજ ઉપસ્થિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડૉ. ભીમરાવ આંબેડકર જન્મ જયંતિ નિમિતે..14મી એપ્રિલનાં રોજ સિહોર ટાઉનહોલ ખાતે આવેલ રંભા હોલની પાછળના ભાગે જે ખુલ્લી જગ્યા હતી તે સ્થળે ભવન બને તેમજ સમાજ દ્વારા માંગણી ને લઈ પાલિકા,સહિત ઉચ્ચ સ્તરે થી કાયદેસર પ્રોસિઝર બાદ આ સ્થળ નક્કી બાદ મુહર્ત કરી જગ્યા ફાળવી આપેલ હતી પરંતુ ટેન્ડર પ્રક્રિયા તેમજ ટેકનિકલ ડીઝાઇન બનાવવામાં થોડો સમય લાગેલ પરંતું આજથી બાબા સાહેબ આંબેડકર ભવનનું કામ શરુ થયું છે.

Construction of Ambedkar Bhavan at Sihore finally completed; Shri Ganesh of the work: The building will be built at the cost of crores

તાત્કાલિક આ ભવન અદ્યતન ,વ્યવસ્થિત અને તમામ સુવિધા વાળું બનાવવાનો આશરે તમામ ખર્ચ રૂપિયા..50.. પચાસ લાખની સરકારે નાણાકીય જોગવાઈ કરીને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે અનુસૂચિત જાતિનાં તમામ લોકોમાં હર્ષની લાગણી જન્મી છે. આ આંબેડકર ભવન માત્ર અનુસૂચિત જાતિનાં લોકો માટે જ નહી પરંતુ ડૉ ભીમરાવ આંબેડકરજીએ સમગ્ર સમાજને ધ્યાને લઇ દેશનું બંધારણ બનાવ્યું છે ત્યારે આ ભવનનો તમામ સમાજના લોકો સદઉપયોગ કરી શકશે. કારણ કે ડૉ. ભીમરાવ આંબેડકરજી માત્ર અનુસૂચિત જાતિમાં જન્મ લીધો હતો પરંતુ દેશની સમગ્ર સમાજનાં એક આદરણીય વ્યક્તિ હતાં. આજથી નગરપાલીકાના ગેરેજની પાસે આ ભવનનું કામ શરૂ કરવામાં આવ્યું છે

Trending

Exit mobile version