Bhavnagar

જંત્રીના ભાવમાં બમણા કરવા સામે કોંગ્રેસે બાયો ચઢાવી : કહ્યુ-પ્રજા પર આર્થિક ભારણ વધશે :ઘરના ઘરનું સ્વપ્ન રોળાશે : નિર્ણય પાછો ખેંચો

Published

on

દેવરાજ

  • જંત્રીના નિર્ણય દ્વારા રાજ્ય સરકારે વર્ષે 40 હજાર ખંખેરવાનો કારસો રચ્યો: કોંગ્રેસે પ્રજાના પડખે ઉભા રહીને રાજ્યભરમાં વિરોધ કરવાનો નિર્ણય કર્યો

કોંગ્રેસે જંત્રીનો વિરોધ કરતા વિવિધ આરોપ મૂક્યા હતા કે, સરકારના નિર્ણય દ્વારા સામાન્ય વ્યક્તિના ઘરના ઘરનું સપનું રોળાશે. તેમજ આ નિર્ણયથી પ્રજા પર આર્થિક ભારણ વધશે. કોંગ્રેસની માગ છે કે સરકાર સામાન્ય જનતાને પ્રભાવિત કરનારો નિર્ણય પરત ખેંચે. જંત્રીના નિર્ણય દ્વારા રાજ્ય સરકારે વર્ષે 40 હજાર ખંખેરવાનો કારસો રચ્યો છે. સરકાર પર આ અંગે કોંગ્રેસે સણસણતો આરોપ લગાવ્યો છે તેમજ રાજ્ય સરકારના જંત્રીના નિર્ણય સામે કોંગ્રેસે બાયો ચઢાવી છે અને પ્રજાના પડખે ઉભા રહીને રાજ્યભરમાં વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.

congress-submitted-a-bio-against-doubling-the-price-of-jantri-said-the-financial-burden-on-the-people-will-increase-the-dream-of-the-house-will-cry-withdraw-the-decision

કોંગ્રેસે જંત્રીનો વિરોધ કરતા વિવિધ આરોપ મૂક્યા હતા કે  સરકારના નિર્ણય દ્વારા સામાન્ય વ્યક્તિના ઘરના ઘરનું સપનું રોળાશે, તેમજ આ નિર્ણયથી પ્રજા પર આર્થિક ભારણ વધશે. કોંગ્રેસની માગ છે કે સરકાર સામાન્ય જનતાને પ્રભાવિત કરનારો નિર્ણય પરત ખેંચે. સરકારે જંત્રીના ભાવમાં બમણો ભાવ વધારો ઝીંક્યો છે. છેલ્લે 2011માં જંત્રીના ભાવમાં વધારો કરાયો હતો અને તેના 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં રાજ્ય સરકારે બેગણો ભાવ વધારો કર્યો છે. આ નિર્ણયને પગલે બિલ્ડરો પણ મૂંઝણમાં મૂકાયા છે.

Trending

Exit mobile version