Gujarat
કિરણ પટેલને CMO-PMOના છૂપા આશિર્વાદ ; વિધાનસભા સંકુલમાં કોંગ્રેસના દેખાવો
કુવાડિયા
- સસ્પેન્ડ થયા પછી પણ પક્ષ જાગતો રાખતા વિપક્ષી ધારાસભ્યો : કિરણ મુદે નિયમ 116 હેઠળ આપેલી નોટીસથી ચર્ચા ટાળવા અમોને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા : અમિત ચાવડા
ગુજરાત સહિત દેશભરમાં અત્યંત બનેલા કિરણ પટેલ મુદે આજે કોંગ્રેસ પક્ષે વિધાનસભા સંકુલ બહાર દેખાવો કર્યા હતા. ગઈકાલે વિધાનસભાની સમગ્ર કોંગ્રેસ પક્ષને સત્રના બાકી દિવસો માટે સસ્પેન્ડ કરાયા છે તે બાદ આજે પક્ષના ધારાસભ્યોએ આક્રમક વલણ યથાવત રાખતા જણાવ્યું કે અમોએ મહાઠગ કિરણ પટેલ મુદે અમોએ ગૃહમાં ચર્ચા માટે નિયમ 116 મુજબ નોટીસ આપી હતી અને તેમાં કિરણ પટેલ જ નહી.
અનેક ખુલ્લા પડે તેમ હતા તેથી આ નોટીસ મુદે જવાબ આપવો ના પડે તે માટે અમોને ગૃહમંત્રી સસ્પેન્ડ કરાયા છે. વિધાનસભામાં પક્ષના નેતા અમીત ચાવડાએ આકરો આક્ષેપ કરતા જણાવ્યું કે ડબલ એન્જીન સરકારમાં પી.એમ.ઓ. તથા સી.એમ.ઓ.ના આશિર્વાદથી જ કિરણ પટેલ કમલમથી કાશ્મીર સુધી તેની માયાજાળ ફેલાવી શકયો પીએમઓના કર્મચારી હોવાનું કોઈ બનાવીને દેશની સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ કાશ્મીર સરહદ સુધી પહોંચ્યો તે સીએમઓ-પીએમઓના છૂપા આશિર્વાદ વગર શકય નથી. કોંગ્રેસ પક્ષે આ મુદે જબરા દેખાવો કર્યા હતા.