Sihor
સિહોરના મેઘવદર અને આજુબાજુના ગામોમાં સિંહ દેખાયો હોવાનો દાવો : ખેડૂતોમાં ફફડાટ
ગૌતમ જાદવ મેઘવદર
રાજ્યમાં બૃહદ ગીર વિસ્તાર ધીમે-ધીમે વિસ્તરી રહ્યો છે. જુનાગઢ અને અમરેલી સિવાયના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સિંહ પરિવાર દેખા દઈ રહ્યો છે ત્યારે ભાગનગર જિલ્લાના સિહોરના ગ્રામ્ય પંથકમાં સિંહે દેખા દીધાં છે.સિહોરના મેઘવદર સહિતના ગામોના સીમ વિસ્તારમાં છેલ્લા દિવસોથી સિંહ જોવા મળતો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે.
પંથકમાં હમણા હમણા રાની પશુઓના આટા ફેરા વધી જતા લોકોમાં ફફટાટ વ્યાપી ગયા છે. લોકો રાત્રીના સમયે બહાર નીકળતા ખેડૂતો ડરવા લાગ્યા છે. ગત રાત્રીના જ મેઘવદર આસપાસ સિંહએ દેખા દીધેલ હોવાનું જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છે કે દિપડા કે સિંહને પણ હમણાંના દિવસોમાં સિહોર પંથકના હવા-પાણી માફક આવી ગયા હોય તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.