Bhavnagar

શહેરના શિક્ષણવિદ ડો.ઓમ ત્રિવેદી નું ભાવનગર આચાર્ય સંઘ દ્વારા “સામાજિક શૈક્ષણિક સેવા”એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.

Published

on

16/10/22 ના રોજ સાંજે 5 કલાકે ચિત્રા,સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે ભાવનગરની માધ્યમિક શાળાના આચાર્યો ના પ્રતિષ્ઠિત સંગઠન આચાર્ય સંઘ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં ભાવનગરના શિક્ષણવિદ ડો.ઓમ ત્રિવેદી નું શૈક્ષણિક ક્ષેત્રે પ્રવૃત્તિ કરવા બદલ “સામાજિક શૈક્ષણિક સેવા એવોર્ડ” આપી અદકેરું સન્માન કરી,ઉપસ્થિત ગુરુજનો દ્વારા શુભાશિષ પાઠવવામાં આવ્યા,સાથે સેવા નિવૃત્ત થતા આચાર્યશ્રીઓ,શ્રેષ્ઠ શિક્ષક,વહીવટી કર્મી અને સેવકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

City Educationist Dr. Om Trivedi was felicitated by Bhavnagar Acharya Sangh with "Social Educational Service" Award.
આ સન્માન સમારોહ જિલ્લા શિક્ષણ અધિકારી મૈયાની સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં તથા શિક્ષણવિદ મનહરભાઈ ઠાકર ની ઉપસ્થિતિમાં યોજાયો હતો તેમજ આચાર્ય સંઘ ના હોદ્દેદારો સાથે શહેર ની શાળાઓના આચાર્યશ્રીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

“શહેરની શાળાઓના આચાર્યો અને શિક્ષકોના સામૂહિક દર્શન મારા માટે ગુરુગંગા ના દર્શન સમાન બની રહ્યા.” – ડૉ.ઓમ ત્રિવેદી

Exit mobile version