Bhavnagar
સિહોરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યા સંકુલ ખાતે ક્રિસમસ ડે ઉજવાયો
બ્રિજેશ
સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યા સંકુલ સમર્થ વિદ્યાલયમાં આજે તા 24 /12/22 ને શનિવારના રોજ ક્રિસમસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ ક્રિસમસ વિશે વક્તવ્ય આપ્યા હતા ક્રિસમસ ટ્રી શણગારવામાં આવ્યું હતું જીંગલ બેલ્સ ગીત દ્વારા ડાન્સ કરવામાં આવ્યો હતો. તેમજ બાલમંદિર થી 8 માં એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા.
૧ થી ૩ નંબરના બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપ્યું હતું. ત્યારબાદ તારીખ 23/12/22 ને શુક્રવારના રોજ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં દરેક શિક્ષકોને પ્રમાણપત્ર મળ્યા હતા .અને શાળાને ટ્રોફી મળી હતી. આ કાર્યક્રમને વિદ્યાર્થી અને શિક્ષકોએ સફળ બનાવ્યો હતો.