Sihor
સિહોરના ગૌતમેશ્વર તળાવ પંપિંગ સ્ટેશનમાં ભંગાર ચોરી થયાનો આરોપને ફગાવતા ચિફઓફિસર મારકણા
દેવરાજ
ગઇકાલે પૂર્વ ભાજપના નગરસેવક દીપસંગભાઈ રાઠોડની રજુઆત બાદ આજે નગરપાલિકા ચિફઓફિસરે સ્થળ વિઝીટ કરી, અહીં બધું સહી સલામત છે, કોઈ ચોરી થઈ નથી, મેં આજે મેં રુબરુ વિઝીટ કરી છે
સિહોર શહેરને પાણી પૂરું પાડતું ગૌતમેશ્વર તળાવ પાસે આવેલ પંપિંગ સ્ટેશન ખાતે રહેલા લાખ્ખો રૂપિયાનો ભંગાર બારોબાર ચોરાયો હોવાનો આરોપનું નગરપાલિકા ચિફઓફિસરે ખંડન કર્યું છે. સ્થળ ખાતે રૂબરૂ મુલાકાત લઈને વિઝીટ કરી હતું, સબસલામત હોવાનું મીડિયાને જણાવ્યું હતું.
ગઈકાલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિપસંગ રાઠોડ દ્વારા ગૌતમેશ્વર તળાવ ખાતે પંપીગ સ્ટેશનમાં રહેલા લાખ્ખોના ભંગારની ચોરી થયાનો આરોપ કર્યો હતો દિપસંગ રાઠોડે નગરપાલિકાના ચીફ ઓફિસર મારકણાને રજૂઆત કરતા કરી હતી કે ગૌતમેશ્વર તળાવના પંપીગ સ્ટેશન ખાતે રહેલ લોખંડના પાઇપ તેમજ મોટી માત્રામાં લોખંડની ચોરી થયા અંગે ની રજૂઆત કરતા ભારે ચકચાર જાગી હતી જે રજુઆતને લઈ ચીફ ઓફિસર દ્વારા આજે સ્થળ પર વિઝીટ કરી ચેકીંગ હાથ ધર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે આ સ્થળ ઉપર કોઈપણ જાતનો માલ ચોરાયેલો નથી. આજે અમે સ્થળ મુલાકાત કરી છે.
અહીંયા લોખંડની પાણીની લાઈનો મસ્ત મોટી આવેલી છે જેનો વજન પણ ખૂબ છે. જેથી કોઈપણ વ્યક્તિએ રીતે ચોરી કરી શકે તેમ નથી. સ્થળ ઉપર રહેતા લોકો દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે અહીંયા કોઈપણ જાતની ચોરી થઇ નથી. ગઈકાલે મોડી રાત્રે કોઈ કપલ રાત્રિના ફોરવીલ લઈને આવ્યું હતું અહીંયા કોઈએ ચોરી કરી હોય તેવું જોવા મળ્યું ન હતું તેવુ ચિફઓફિસરે જણાવ્યું હતું.