Bhavnagar

સિહોર સહિત જિલ્લામાં ભૃણ હત્યા અટકાવવા સી.સી.ટી.વી. કેમેરાનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

Published

on

પવાર

જાહેરનામા અન્વયે ક્લિનિકે ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી કેમેરા તેમજ તેનો ત્રણ માસનો ડેટા ફરજિયાત જાળવવાનો રહેશે.

સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી- કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપીએટ ઓથોરિટી (પીસી એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા

CCTV to prevent feticide in district including Sihore. Additional District Magistrate issuing notification regarding preservation of camera data

પંચાયત ભાવનગર દ્વારા દરખાસ્ત થતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ) ના કાયદાની કલમ ૧૪૪ હેઠળ ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી- કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટીક ટેક્નિક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા અંગેનું તહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતિય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા ૧૧/૦૫/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.

Advertisement

Exit mobile version