Bhavnagar
ભાવનગરના રાજુ સોલંકીના પુત્ર બ્રિજરાજ સોલંકીને આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સોપાઈ
મિલન કુવાડિયા
બ્રિજરાજ સોલંકી શિરે સમગ્ર રાજ્યની જવાબદારી, પશ્ચિમ માંથી ચૂંટણી લડેલા કોળી સમાજના હદય સમ્રાટ નેતા રાજુ સોલંકીના પુત્રને આમ આદમી પાર્ટીમાં મોટી જવાબદારી આપવામાં આવી, કાર્યકરોમાં ખુશીની લહેર : બ્રિજરાજે કહ્યું સમગ્ર ગુજરાત ખૂંદી વળશું
ભાવનગર નહિ ગુજરાત કોળી સમાજના યુવા હૃદય સમ્રાટ નેતા રાજુ સોલંકીના પુત્ર બ્રિજરાજ સોલંકીને આપ આદમી પાર્ટીના યુવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણુંક થતા જવાબદારી સોંપવામાં આવી છે થોડા સમય પહેલા જ આપ ના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ભાવનગરની મુલાકાતે વેળાએ કોળી સમાજના આગેવાન નેતા રાજુ સોલંકી અને પુત્ર બ્રિજરાજ સોલંકી વિધિવત રીતે આપમાં જોડાયા હતા અને ત્યાર બાદ ચૂંટણી જાહેર થતા રાજુ સોલંકીને આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર પશ્ચિમ વિસ્તારમાંથી જીતું વાઘાણી અને કે કે ગોહિલની સામે ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતા ગુરુવારે ચૂંટણીનું મતદાન પૂર્ણ થતા જ આમ આદમી પાર્ટી એક્શનમાં આવી છે અને રાજુ સોલંકીના પુત્ર બ્રિજરાજ સોલંકીને યુવા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી દેવાય છે
આ નિમણુંકને લઈ બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી વિરોધી પાર્ટીઓને કાંટાની ટક્કર આપી રહી છે. આમ આદમી પાર્ટી જનતાનાં મુદ્દાને લઈને સતત લોકોની વચ્ચે જઈ રહી છે. ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા પાર્ટીની જીત માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આજે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો ગુજરાન નથી ચલાવી શકતા.લોકોના તમામ મુદ્દાઓને લઈ સમગ્ર ગુજરાતને ખૂંદી વળીશું તેવું બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું