Sihor

સિહોર મારું કંસારા કેળવણી મંડળ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા.

Published

on

સિહોર મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ કેળવણી મંડળ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો અહીં નિવૃત્ત નાયબ મામલતદાર અને જ્ઞાતિ રત્ન એવા રમણીકભાઇ પરમાર ના અઘ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો આ સાથે સમાજના વડીલ મુકુંદભાઈ કંસારા, ક્રિષ્નાભાઈ પવાર ,સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ના પ્રમુખ શ્રી હરીશભાઈ પવાર, ઉપપ્રમુખ મહેશભાઈ પરમાર , મહામંત્રી રાજુભાઈ બુધ્ધભટી, અંતુભાઇપરમાર, ચંદ્રકાંતભાઈ પવાર તેમજ મહિલા મંડળ ના પ્રમુખ ચેતનાબેન પરમાર,ઉપસ્થિત રહ્યા હતા.

Bright stars were felicitated by Sihor Meru Kansara Kelavani Mandal.

જેમાં સમાજ તરફથી અને દાતાઓ ના દાન થી તેજસ્વી તારલાઓ શિક્ષણ, સ્પોર્ટ્સ,ચિત્ર સ્પર્ધા,સહિત હરીફાઈઓ માં અગ્રેસર રહી નંબર પ્રાપ્ત કરેલ હોય તેમજ સમાજ ના નાના ભૂલકાઓને કેમ ભુલાય અભ્યાસ કરતા કેજી એલજી સહિત ધોરણ ત્રણ ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવેલ અને ધોરણ ચાર થી લઈ કોલેજ,ડિગ્રી કોર્સ, સહિત વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા ઇનામો તેમજ સન્માનપત્રો આપવામાં આવ્યા હતા આ સાથોસાથ બાળકો માં ઓવરનેસ આવે તે માટે પાંચ મિનિટ મોટીવેશન માટે દર્શ પવાર,અને શ્રીમતી હીમાબેન પવાર સહિતનાઓએ સ્પીચ આપી મંત્ર મુગ્ધ કરેલ કાર્યક્રમ નું સંચાલન મનીષ પરમાર અને કમલેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું

Trending

Exit mobile version