Botad

બોટાદ ; 81 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં નરાધમ ગણતરીની કલાકોમાં જેલના સળિયા પાછળ

Published

on

રઘુવીર મકવાણા

ચકચારી વૃદ્ધા દુષ્કર્મ હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા, ગણતરીના કલાકોમાં હરેશને જેલના સળિયા પાછળ ધકેલી દીધો, કલાકોમાં ભેદ ઉકેલાયો

બોટાદ જિલ્લાનાં પાળીયાદ ગામે ૮૧ વર્ષીય વૃધ્ધા સાથે દુષ્કર્મ કરી હત્યા નીપજાવનારા નરાધમને પાળીયાદ પોલીસે ગણત્રરીની કલાકોમાં દબોચી લઈને હત્યાનો ભેદ ઉકેલાયો. હત્યારો હરેશ ગાબુ દારુ તેમજ શરીર સંબંધ ના ૯ જેટલા ગુનામાં સંડોવાયેલો છે. ઘોર કળિયુગ આવ્યો છે. લોકોમાં માનવતા ભૂલાઈ છે. લોહીના સંબંધોને લોકો સાચવી શક્તા નથી, તો પછી બહાર તો શું. માણસ દિવસે ને દિવસે ક્રુર બની રહ્યો છે. કેટલાક લોકોમાં વિકૃતિ પેદા થઈ રહી છે.

botad ; Naradham behind bars within hours of raping and murdering an 81-year-old woman

ઘરના વડીલોને જ્યાં પૂજવામા આવે છે, ત્યાં એક નરાધમે ૮૧ વર્ષીય વૃદ્ધા પર નજર બગાડી હતી. બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે ૮૧ વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. ૮૧ વર્ષીય વૃદ્ધાનું દુષ્કર્મ કરી તેમની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. જોકે, બોટાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો બન્યું એમ હતું કે, આ બનાવ ૩ જુનના રોજ બન્યો હતો. બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે ૮૧ વર્ષીય ધનીબેન મોહનભાઈ પોતાના મકાનમાં એકલા રહેતા હતા. ગઈકાલે બપોર બાદ ધનીબેનનો મૃતદેહ તેમના ઘરમાંથી મળ્યો હતો. પાળીયાદ બસ સ્ટેન્ડ સામે ખોડીયાર માતાજીના મઢ પાસે રહેતા ધનીબેનની તેમના જ મકાનમાં દુષ્કર્મ કરી હત્યા કરાઈ હતી.

botad ; Naradham behind bars within hours of raping and murdering an 81-year-old woman

વૃદ્ધા સાથે દુષ્કર્મ કરાયા બાદ તેમનુ ગળુ દબાવીને ગળે ફાંસો અપાઈ હતો. જેથી તેમનુ મોત નિપજ્યુ હતું. ભોગ બનનાર મૃતક મહિલાને એક દીકરો તેમજ ત્રણ દીકરી છે. તમામ દીકરીઓ હાલ સાસરે છે. જ્યારે દીકરો વડોદરા ખાતે રહે છે. પાળીયાદ ખાતે મૃતક એકલા રહેતા હતા. તેથી વૃદ્ધાની મોતની જાણ થતા જ તેમના સંતાનો પણ દોડી આવ્યા હતા. તો બીજી તરફ, પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તાત્કાલિક અસરથી ડીવાયએસપી મહર્ષિ રાવલ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઘટના બાદ બોટાદ પોલીસ દોડતી થઈ હતી. આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરાયા હતા.

Advertisement

botad ; Naradham behind bars within hours of raping and murdering an 81-year-old woman

વૃદ્ધાની હત્યાને લઈને પાળીયાદ પોલીસે નાકાબંધી કરી અલગ અલગ ટીમો બનાવી હતી. આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગણત્રરીની કલાકોમાં આરોપી હરેશ ગાબુને પાળીયાદ ગામના વાડી વિસ્તારમાંથી દબોચી લીધો હતો. પાળીયાદ પોલીસે હત્યારાને પકડી વધુ તપાસ હાથ ધરી છે. આઈપીસી કલમ 302, 376 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

Exit mobile version