Sihor

મુળ મહુવાના વતની એવા બોલીવુડની ‘ધી હિટ ગર્લ’ આશા પારેખ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત કરાશે

Published

on

શંખનાદ કાર્યાલય

સતત હિટ અને સુપરહિટ ફિલ્મો આપનાર આશા પારેખને ફિલ્મ ઉદ્યોગમાં વિશિષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનીત કરાઈ: 30મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં વીતેલા જમાનાની પીઢ અભિનેત્રીને એવોર્ડ અર્પણ કરાશે: બાળપણથી જ અભિનયની કારકિર્દી શરૂ કરનાર આશા પારેખના ખાતામાં ‘કટી પતંગ’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘મેરે સનમ’ જેવી હિટ ફિલ્મો: ગુજરાતી ફિલ્મો- ‘અખંડ સૌભાગ્યવતી’, ‘કુળવધુ’માં પણ કામ કરેલુ

વીતેલા જમાનાની લોકપ્રિય હિરોઈન આશા પારેખને ફિલ્મ ઉદ્યોગના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે. 30 સપ્ટેમ્બરે નેશનલ ફિલ્મ પુરસ્કારમાં આશા પારેખને આ વર્ષના દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત કરાશે. આ એવોર્ડ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પાયોનિયર દાદાસાહેબ ફાળકેની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા ફિલ્મ ક્ષેત્રે અતુલનીય યોગદાન બદલ આપવામાં આવે છે.

bollywoods-the-hit-girl-asha-parekh-will-be-honored-with-the-dadasaheb-phalke-award

આશા પારેખને દાદાસાહેબ ફાળકે સન્માન અંગેની જાહેરાત આજે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કરી હતી. આશા પારેખે વર્ષો સુધી હિન્દી ફિલ્મોમાં રાજ કર્યું હતું અને પોતાના જમાનાની ટોપ હીરોઈન હતી. તેણે ફિલ્મોમાં વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યા હતા. તેમની પોપ્યુલર અને હિટ ફિલ્મોમાં ‘કટી પતંગ’, ‘તીસરી મંઝીલ’, ‘આયા સાવન ઝુમકે’, ‘લવ ઈન ટોકીયો’ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. આશા પારેખનો જન્મ 2 ઓકટોબર 1942માં મુંબઈમાં થયો હતો. તેનો પરિવાર ગુજરાતના મહુવાનો વતની હતો. ગુજરાતી પરિવારમાંથી આવનાર આશા પારેખ બાળ કલાકારથી કારકિર્દીની શરૂઆત કરી હતી. જાણીતા ફિલ્મ નિર્દેશક બિમલ રોયે બાળ આશા પારેખને એક સ્ટેજ સમારોહમાં નૃત્ય કરતી જોઈ હતી અને 10 વર્ષની આશાને ‘મા’ ફિલ્મમાં ભુમિકા આપી હતી,

Advertisement

Trending

Exit mobile version