Talaja
તળાજાના પીપરલા ગામ નજીકથી ઇંગ્લિશ દારૂનો ભરેલી બોલેરો પિકઅપ વાન ઝડપાઈ
દેવરાજ
- લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ બોલેરો વાન મોબાઈલ મળી કુલ રૂપિયા ૯,૩૮,૬૦૦નો મુદ્દામાલ કર્યો કબજે
તળાજાના પીપરલા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી બોલેરો વાન લોકલ ક્રાઈમ બ્રાન્ચએ પીછો કરી ઝડપી લીધી હતી કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની મુખ્ય સૂત્રધાર અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યો હતા આ બનાવ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચે બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળતા તુરંત જ તળાજાના પીપરલા નજીક વોચ ગોઠવી ત્યારે પસાર થઈ રહેલા બોલેરો કારને અટકાવવા જતા બોલેરો કારમાં શખ્સો બોલેરો વાન લઈને નાસી છૂટ્યા હતા
દરમિયાનમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફે કારનો પીછો કર્યો ત્યારે પીપરલા નજીક અંધારામાં શખ્સ કાર છોડી નાસી છૂટ્યો હતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફે બોલેરો વાન નં GJ-04-AW 25972597માં તલાસી લેતા પાછળનાં ભાગે ઇંગ્લીશ દારૂની ૭૫ – MLબોટલ નંગ-૨૧૬ કિ.રૂ.૮૧,૦૦૦ ,૩૭૫ ML બોટલ નંગ-૧૦૮૯ કિ.રૂ.૨.૫૨,૦૦૦,૧૮૦ ML બોટલ નંગ-૧૯૨૦ કિ.રૂ.૧,૮૨,૪૦૦,મળી કુલ બોટલ-૩૨૧૬ કિ.રૂ.૪,૬૮,૬૦૦, બોલેરો-૧ કિ.રૂ.૫,૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૯,૩૮,૬૦૦ નાં મુદ્દામાલ કબ્જે કરી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર ,ગોપાલ સુખદેવ ઉર્ફે સુખો બારૈયા શખ્સો વિરુદ્ધ પ્રોહી, એક્ટ કલમ ૨૫ એ,ઇ, ૧૧૬ (બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી