Bhavnagar
ગંગોત્રી અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પાર્થિવ દેહ એરકાર્ગો થકી લવાયા, દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ વર્ણન કરી ભયાનકતા
બરફવાળા
ચારધામ યાત્રા કેદારનાથના દર્શન કરવા ગયેલા ભાવનગરના શ્રદ્ધાળુઓ ગંગોત્રીથી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેમની બસને અકસ્માત નડ્યો હતો. જે અકસ્માતની ઘટનામાં કુલ 7 લોકોના મૃત્યુ થયા છે અને કેટલાક શ્રદ્ધાળુઓને ઈજાઓ પહોંચી હતી. ગઈકાલે મૃતકના પાર્થિવ દેહ એરકાર્ગો મારફતે ઉતરાખંડથી અમદાવાદના સરદાર વલ્લભ ભાઈ પટેલ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. જે અંગે આ દુર્ઘટનામાં પ્રત્યક્ષદર્શી રહેલા જીતુ ગોહિલે જણાવ્યું હતું કે, ગંગોત્રી દર્શન કરી 5:30 વાગ્યા અરસામાં અમે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે બસ થોડી સ્પીડ હતી. જેમાં ખીણ પાસે અચાનક ટર્નિંગ આવતા બસ ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઇ બસ રેલીંગ તોડી આઠથી દસ કિલો મીટર નીચે ખાઈમાં પડી હતી. બૂમાબૂમ થતાં ત્યાંના સ્થાનિકો પણ દોડી આવ્યા હતા.
તેમજ અન્ય એક બસમાં યાત્રિકો આવી રહ્યા હતા, તેમણે અમને જોઈ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. દોરડાની મદદથી 7 કલાક જેટલો સમય રેસક્યું ઓપરેશન ચાલ્યું હતુ. ઘટનાની જાણ થતાં પોલીસની સાથે અન્ય ટીમો પણ દોડી આવી હતી અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાસ્થળે 7 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને નજીકમાં આવેલી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં 7થી 8 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એકની હાલત ગંભીર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરના એજન્ટ દ્વારા યોજવામાં આવેલી આ યાત્રામાં મોટેભાગે ભાવનગર શહેર અને જિલ્લાના યાત્રાળુઓ જોડાયા હતા. આ યાત્રાળુઓની બસ શ્રી હોલીડે દ્વારા દિલ્હી ખાતેથી બાંધવામાં આવી હતી. જેમાં મોટેભાગે ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેરના યાત્રાળુ ચારધામનો પ્રવાસ કરી રહ્યા હતા.