Bhavnagar

ભાજપ કમાના ભરોસે : ચૂંટણી પ્રચારમાં કમાની એન્ટ્રી : ડાયરાથી ફેમસ થયેલો કમો ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો : ભાવનગરમાં જીતુ વાઘાણીનો પ્રચાર કર્યો

Published

on

કુવાડિયા

ભાજપ કમાના ભરોસે : ચૂંટણી પ્રચારમાં કમાની એન્ટ્રી : ડાયરાથી ફેમસ થયેલો કમો ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો : ભાવનગરમાં જીતુ વાઘાણીનો પ્રચાર કર્યો

ગુજરાતમાં થતા લોકડાયરાઓમાં છેલ્લા કેટલાક સમયથી કમાનું નામ જાણીતું બન્યું છે. હવે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ચૂંટણી પ્રચારના મેદાનમાં પણ કમાની એન્ટ્રી થઈ છે. ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી માટે કમાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. સુરેન્દ્રનગર મૂળના કમાભાઈ નામના મનોદિવ્યાંગ વ્યક્તિ કિર્તીદાન ગઢવી સાથેના ડાયરા બાદ વિખ્યાત બન્યા છે. કમાભાઈ સોશિયલ મીડિયા પરથી કમો નામની ખ્યાતી ધરાવે છે. ત્યારે સતત વાયરલ બનતા કમાભાઈને હવે ભાજપે ચૂંટણી પ્રચારમાં પણ મેદાને ઉતાર્યા છે. હાલ આ પ્રચાર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ડાયરામાં જે રીતે કમાની કારમાં એન્ટ્રી થાય છે તેવી રીતે જ ભાવનગરની શેરીઓમાં ચૂંટણી પ્રચારમાં કમાની એન્ટ્રી જોવા મળી. કારમાં સવાર થઈ કમો ભાજપના ઝંડા સાથે જોવા મળ્યો હતો.

BJP trusts Kama: Kama entry in election campaign: Diara famous Kama seen in election campaign: Jeetu Vaghani campaigned in Bhavnagar

કિર્તીદાન ગઢવી સાથેના એક ડાયરા બાદ કમાભાઈ સતત ડાયરાઓમાં આમંત્રિત થવા લાગ્યા હતા. બાદમાં તો તેમની ખ્યાતી એવી પ્રસરી કે, તેઓ શો રૂમના ઉદ્ઘાટન અને ધાર્મિક પ્રસંગોમાં પણ આમંત્રિત થવા લાગ્યા હતા. આ સમયે જ લોકો રમૂજ કરતા કહેતા હતા કે કમાની ખ્યાતી એવી છે કે, ચૂંટણી લડે તો ના નહીં. ત્યારે કમાભાઈ ચૂંટણી ભલે ન લડ્યા પણ હવે ચૂંટણી મેદાને તો ભાજપે તેમને ઉતારી દેતા સ્ટાર પ્રચારક જેવી ખ્યાતી મેળવી રહ્યાં છે. કમાભાઈને ભાવનગરની પશ્ચિમ બેઠક પર ભાજપના પ્રચારમાં ઉતારવામાં આવતા લોકો ગેલમાં આવી ગયા હતા. ભાવનગરની આ વિધાનસભા બેઠક પરથી ભાજપના જીતુ વાઘાણી ઉમેદવાર છે. આજરોજ રાતના સમયે કમાભાઈ આ બેઠક પર પ્રચાર માટે કાળા રંગની કારમાં આ મતવિસ્તારમાં નિકળ્યા હતા. ઢોલ નગારા સાથેની આ કમાભાઈની યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો જોડાયા હતા.કમાભાઈની આ પ્રચાર યાત્રા બાદ લોકોમાં ચર્ચા જાગી છે કે, ભાજપનો ભરોસો કમાના સહારે પહોંચ્યો… હવે જોવું રહ્યું કે કમાભાઈની આ પ્રચાર યાત્રા ભાજપ માટે કેટલી ફાયદાકારક નીવડે છે.

Advertisement

Exit mobile version