National

પાકિસ્‍તાન હાય હાય… ભુટ્ટો હાય હાય… ના નારા સાથે ભાજપે કર્યું દેશવ્‍યાપી વિરોધ પ્રદર્શન

Published

on

મિલન કુવાડિયા

પાકિસ્‍તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ તમામ મર્યાદાઓ ઓળંગી : મોદી વિરૂધ્‍ધ ટિપ્‍પણીના ઉગ્ર પડઘા : ભાજપે દેશભરમાં કર્યુ વિરોધ પ્રદર્શન : પુતળા ફુંકાયા : ઉગ્ર નારેબાજી : ભાજપે પાક પ્રધાનના નિવેદનને અપમાનજનક અને કાયરતાભર્યુ ગણાવ્‍યું : વિશ્‍વને ગુમરાહ કરવા માંગે છે પાકિસ્‍તાન

પાકિસ્‍તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી હવે અભદ્રતા પર ઉતરી આવ્‍યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્‍ત રાષ્‍ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદને લઈને પાકિસ્‍તાનને એવો અરીસો બતાવ્‍યો કે બિલાવલ શિયાવિયા થઈ ગયા. જયશંકરે કહ્યું કે ઓસામા બિન લાદેનને મહેમાન બનાવનારાઓને સંયુક્‍ત રાષ્‍ટ્રની બેઠકમાં પ્રચાર કરવાનો કોઈ અધિકાર નથી. આનાથી નારાજ ભુટ્ટોએ ન્‍યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્‍પણી કરી હતી. હવે બિલાવલની ટિપ્‍પણી પર ભાજપના નેતાઓનો ગુસ્‍સો ઉકળ્‍યો છે. આજે ભાજપ દેશવ્‍યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યુ છે. પાકિસ્‍તાન અને બિલાવલ ભુટ્ટોના પુતળા બાળવામાં આવી રહ્યા છે. ભાજપના નેતાઓએ ગઇકાલે દિલ્‍હીમાં પાકિસ્‍તાન દૂતાવાસની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધની પ્રક્રિયા આજે પણ ચાલુ છે. સમગ્ર દેશમાં રાજ્‍યના મુખ્‍યાલયોમાં બિલાવલ ભુટ્ટોના પૂતળા બાળવામાં આવી રહ્યા છે. અહીં લખનૌમાં ગઈકાલે રાત્રે બીજેપી કાર્યકર્તાઓએ પાકિસ્‍તાનના ઝંડા સળગાવ્‍યા અને તેમને પગ નીચે કચડી નાખ્‍યા.

બિલાવલ પહેલા પાકિસ્‍તાનના વિદેશ રાજ્‍ય મંત્રી હિના રબ્‍બાની ખારે પણ શરમજનક નિવેદન આપ્‍યું હતું. ખારે આરોપ લગાવ્‍યો હતો કે ભારતથી વધુ સારી રીતે કોઈ દેશે આતંકવાદનો ઉપયોગ કર્યો નથી. પાકિસ્‍તાનના વિદેશ મંત્રી ભુટ્ટોએ વડાપ્રધાન મોદી અને રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ વિરુદ્ધ અભદ્ર ટિપ્‍પણી કરી હતી. ભુટ્ટોએ પીએમ મોદીને ‘ગુજરાતના કસાઈ’ કહ્યા હતા. ભુટ્ટોએ કહ્યું, ‘હું ભારતને કહેવા માંગુ છું કે ઓસામા બિન લાદેન મરી ગયો છે પરંતુ ગુજરાતનો કસાઈ હજુ પણ જીવિત છે અને તે ભારતના વડાપ્રધાન છે.’ સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ભુટ્ટોના પીએમ મોદી પરના અંગત હુમલાની ટીકા કરી હતી. તેને ઘૃણાસ્‍પદ અને શરમજનક ગણાવ્‍યો. ઠાકુરે કહ્યું કે સરકારના સીધા સમર્થનથી પાકિસ્‍તાન આતંકવાદનું આશ્રયસ્‍થાન બની ગયું છે. તેમણે કહ્યું, ‘પાકિસ્‍તાનના વિદેશ મંત્રીનું નિવેદન ખૂબ જ ઘૃણાજનક અને શરમજનક છે. ભુટ્ટોની આ ટિપ્‍પણી આ દિવસે ભારત પાસેથી મળેલી હાર પર પાકિસ્‍તાનની પીડાનું પરિણામ હોઈ શકે છે. તેમનો સંદર્ભ આ દિવસે ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્‍તાન પર ભારતની જીત તરફ હતો. ઠાકુરે કહ્યું હતું કે ૯૩ હજારથી વધુ પાકિસ્‍તાની સૈનિકોએ ભારતને આત્‍મસમર્પણ કર્યું હતું અને ભુટ્ટોના દાદા ખૂબ રડી પડ્‍યા હતા.

કેન્‍દ્રીય મંત્રીએ કહ્યું કે અમેરિકાએ અલકાયદાના વડા ઓસામા બિન લાદેનને પાકિસ્‍તાનમાં મધરાતના ઓપરેશનમાં માર્યો હતો. ઠાકુરે ભુટ્ટોને તેમના દેશ પાકિસ્‍તાનમાંથી આતંકવાદને નાબૂદ કરવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવા કહ્યું.

Advertisement

Trending

Exit mobile version