Gujarat
તહેવારો પર દ્વારકાને મોટી ભેટ! ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન કરાશે શરૂ
દિવાળી સહિતના આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે નવી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવા જઈ રહી છે. આ અંતર્ગત ઉત્તર પશ્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવશે. આ ટ્રેન 18 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. આ ટ્રેન દ્વારકા, રાજકોટ, મહેસાણા, આબુ રોડ, અજમેર, જયપુર, અલવર, રેવાડી થઈને દિલ્હી પહોંચશે. આવી સ્થિતિમાં આ રૂટના મુસાફરો તહેવારોની સિઝનમાં આસાનીથી મુસાફરી કરી શકશે. જણાવી દઈએ કે, 30 ઓક્ટોબરથી ટ્રેનનું સંચાલન બંધ કરી દેવામાં આવશે.
ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશિ કિરણના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન 18 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી 7 ટ્રીપ કરશે. આ ટ્રેન ઓખાથી દર મંગળવારે સવારે 10 વાગ્યે ઉપાડવામાં આવશે અને બુધવારે રાત્રે 10.10 વાગ્યે દિલ્હી સરાય રોહિલા પહોંચશે.
ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા – ઓખા સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન 19 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી 7 ટ્રીપ કરશે. તે દિલ્હી સરાય રોહિલાથી દર બુધવારે બપોરે 1.20 વાગ્યે ઉપડશે અને ગુરુવારે બપોરે 1.50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંડીકુઇ, અલવર અને રેવાડી સહિતના સ્ટેશનો પર રોકાશે, આ બાદ તે દિલ્હી પહોંચશે.
નોંધનીય છે કે, નોર્થ વેસ્ટર્ન રેલવેએ પહેલાથી જ અનેક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન શરૂ કરી ચુકી છે. આ સાથે જ, વ્યસ્ત રૂટ પર ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં વધુ નવી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની યોજના ઘડવામાં આવી છે. કામકાજના સંબંધમાં સગા-સંબંધીઓથી દૂર રહેતા લોકો દિવાળી સહિત અન્ય મોટા તહેવારો પર તેમના ઘરે આવે છે, આથી ટ્રેનોમાં પેસેન્જરોનું ભારણ વધે છે. તહેવારોના અવસર પર વધુને વધુ લોકોની મુસાફરી સરળ બને તે રેલવેનો પ્રયાસ છે. તેને ધ્યાનમાં રાખીને આ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જોકે તેની તૈયારીઓ પણ ચાલી રહી છે.