Sihor

સિહોર ખાતે સામાજીક વનીકરણ રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા મિશન લાઇફ અંતર્ગત સાયકલ રેલી યોજાઇ

Published

on

પવાર

સિહોર ખાતે સામાજીક વનીકરણ રેન્જ સિહોર દ્વારા મિશન લાઇફ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં ડી.સી.એફ. શ્રી આયુષ વર્મા ના માર્ગદર્શન હેઠળ મિશન લાઇફ અંતર્ગત પર્યાવરણ ના જતન અને વૃક્ષ સંરક્ષણ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Bicycle Rally organized under Mission Life by Social Forestry Range Forest Department at Sihore

જેમાં શ્રી કાળુભાઈ ચૌહાણ દ્વારા લીલી ઝંડી આપી સાયકલ રેલીને પ્રયાણ કરવામાં આવ્યું હતું. મિશન લાઇફ અંતર્ગત સાયકલ રેલી સાથે સિહોરમાં ફરેલ અને સૂત્રોચાર સાથે “પર્યાવરણ બચાવો”,”વૃક્ષ બચાવો”, “જળ એજ જીવન” સહિત ના અસરકારક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ રેલીમાં નાના બાળકોથી લઈ યુવાનો, વડીલો, ફોરેસ્ટ અધિકારીઓ તેમજ સ્ટાફ પણ જોડાયો હતો.

Bicycle Rally organized under Mission Life by Social Forestry Range Forest Department at Sihore
Bicycle Rally organized under Mission Life by Social Forestry Range Forest Department at Sihore

આ મિશન લાઇફ કાર્યક્રમમાં સિહોર આર.એફ.ઓ.શ્રી એસ. આર ડાકી, નોર્મલ રેન્જ આર.એફ.ઓ.શ્રી બી. આર સોલંકી, શ્રી જ્યદિપભાઈ વ્યાસ,શ્રી મલય રામાનુજ, શ્રી રવી વાઘેલા, તેમજ શ્રી હરીશભાઈ પવાર, શિક્ષક શ્રી કિશનભાઇ પંડ્યા જોડાયા હતા.

Advertisement

Exit mobile version