Sihor

ભષ્ટાચારનો ભોરિંગ.? સિહોરના મહિના દી પહેલા એકાદ કરોડના ખર્ચે બનેલો સી.સી.રોડ તુટવાનું શરૂ

Published

on

દેવરાજ

  • નબળા કામ માટે જવાબદરી કોની? હલકો માલ વાપરનારા સામે પગલા ભરવા માંગ, એક મહિના પહેલા જ બનેલ માર્ગ ઉપર ઠેર-ઠેર સિમેન્ટ દેખાવા લાગી, લોકોમાં રોષની લાગણી

સિહોર શહેરમાં નવા બનેલ ટાણા ચોકડી થી લીલાપીર મઢી સુધી બનેલા રોડની હાલત નર્કાગાર સમાન છે. એક માસ પહેલા કરોડોના ખર્ચે બનેલા રોડમાં રેતી સિમેન્ટ દેખાવા લાગ્યા છે મહિના દિ પહેલા બનાવાયેલ સી.સી.રોડના પોપડા ઉખડવા લાગતા પ્રજાના પૈસાથી બનાવાયેલા રોડમાં  લોટપાણીને લાકડા જેવો માલ વપરાયો હોવાની પોલ ખૂલી ગઈ હોય તેમ મહિના દિ માંજ રસ્તો તુટવાનું શરૂ થઈ જતા નબળા કામ કરનાર કરાવનાર સામે પગલા ભરવા માંગ ઉઠી છે.

bhoring-of-corruption-before-the-month-of-sihore-the-cc-road-built-at-a-cost-of-one-crore-started-to-collapse

આર સી સી રોડ ઠેર ઠેર ઉખડવા લાગ્યો છે થોડા સમય પહેલા પ્રજાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પાલિકાના શાસકોએ જોરશોર થી ફોટો સેશન કરી આર સી સી રોડ નું ખાતમહુર્ત કર્યું હતું એકાદ કરોડના ખર્ચે બનેલ સી સી રોડ એકાએક એક મહિના માં ઉખડી રહ્યો છે આ સીસી રોડ માં વપરાયેલ માલ સમાન નું પરીક્ષણ ટેસ્ટીગ લેબોટરી કરાવે તે પહેલાં સી સી રોડ ઉખડવાનું શરૂ થઈ ગયું છે. શુ સિમેન્ટ નબળી હશે ? કે પછી પાણી પાવા નું ભુલાયું હશે ? એક કરોડ થી વધુ ના ખર્ચે બનેલ આર સી સી રોડ બન્યાના એકમાસમાં એકાએક કેમ ઉખડવા લાગ્યો આ રોડ માં વપરાયેલ માલ સમાન નું ગુણવત્તા અને મોનિટરીગ કોણ ? કમ્પ્લીશન સર્ટી કોણે ક્યારે આપ્યું ? કામ કરતી એન્જસી ની ડિપોઝીટ જમા છે કે ચૂકવી દેવાય ? આ રોડ ની ગુણવત્તા ન હોય તો ફરી બનશે કે રીપેર કરાશે ? આવા અનેક સવાલો શહેરીજનો પૂછી રહ્યા છે.

Trending

Exit mobile version