Bhavnagar

ભાવનગર યુનિવર્સિટીનાં કોર્ટ સભ્ય મહેબુબ બલોચ Ph.D થયા

Published

on

કુવાડિયા

ભાવનગર યુનિવર્સિટીનાં કોમર્સનાં સેનેટ સભ્ય અને શહેરની મહદી મહિલા કોમર્સ કોલેજમાં કેમ્પસ હેડ મહેબુબ બ્લોચએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનીવર્સીટી જુનાગઢ ખાતે ગત તારીખ ૨૧ જુનનાં રોજ કોમર્સ વિદ્યાશાખામાં એકાઉન્ટીંગ વિષય પર પોતાનું સંશોધન રજુ કરી અને Ph.D. ની ડીગ્રી મેળવી યુની. સંસ્થા અને શહેરનું ગૌરવ વધારેલ છે.

bhavnagar-university-court-member-mehbub-baloch-became-ph-d

મહેબુબ બલોચે ભારતીય અર્થતંત્રનાં મુખ્ય ઉદ્યોગો પર GST આવવાથી શું અસર થઇ તેના પર ઊંડાણપૂર્વકનું સંશોધન હાથ ધરેલ છે. સરકાર દ્વારા GSTનાં અમલીકરણ પછી અનેક ઉદ્યોગો પર હકારાત્મક અને નકારાત્મક અસરો થઈ છે જેની વિષે જાણવા માટે આ સંશોધન એક ચોક્કસ દિશા આપશે તેવી આશા તેમના ગાઈડ ડો. અરવિંદ ગજેરા વ્યક્ત કરી છે. આ તકે સમગ્ર મહદી પરિવાર દ્વારા ડો. મહેબૂબ બલોચને શુભકામના પાઠવવામાં આવેલ છે.

Exit mobile version