Bhavnagar

ભાવનગર ; હોળી પર્વને લઈ યાર્ડ રહેશે 8 દિવસ બંધ ; માવઠા ની આગાહીને પગલે ખેડૂતોને સાવધાની રાખવા અનુરોધ.

Published

on

મિલન કુવાડિયા

આગામી રવિવારથી 8 દિવસ યાર્ડ રહેશે બંધ, યાર્ડના મજૂરો મારવાડી હોય જે હોળીની રજામાં પોતાના વતન જતા યાર્ડ રહેશે બંધ, વર્ષોથી આ પર્વ યાર્ડ 8 દિવસ બંધ રહે છે, આગામી રવિવારના રોજ ભાવનગરમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે, ખેડૂતો અને યાર્ડના વેપારીઓને પોતાનો માલ સલામત રાખવા કરી અપીલ.

ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં આગામી રવિવારથી સોમવારે સુધી યાર્ડ બંધ રહેશે.આગામી દિવસોમાં હોળી પર્વ આવી રહ્યું હોય અને યાર્ડમાં કામ કરતા મજૂરોમાં મોટી સંખ્યા મારવાડી મજૂરો હોય જે પોતાના વતન માં હોળી પર્વે જવાના હોય જે પરત આવતા 8 દિવસનો સમયગાળો લાગતો હોય દરવર્ષ ની જેમ આ વર્ષે પણ યાર્ડ 8 દિવસ બંધ રહેશે.

Bhavnagar; The yard will be 8 days off for Holi festival; Request to be cautious of farmers following the forecast of Mawatha.

જ્યારે આગામી રવિવારના રોજ હવામાન ખાતાની આગાહી મુજબ માવઠા ની શક્યતા ને પગલે ખેડૂતોને તાકીદ કરવામાં આવી છે.જેમાં યાર્ડ બંધ હોય જેથી વેપારીઓને પોતાની ખરીદી કરેલો માલ યાર્ડ સલામત મુકવા કે યોગ્ય ઢાંકી દેવા તાકીદ કરી છે જ્યારે ખાસ ખેડૂતોએ પણ પોતાનો તૈયાર માલ જે ખેતરોમાં રાખ્યો છે જેને અન્યત્ર ફેરવી નાખવા કે પ્લાસ્ટિક વડે ઢાંકી દેવા અનુરોધ કર્યો છે જેથી તૈયાર માલ બગડી ન જાય.

Advertisement

Exit mobile version