Bhavnagar
ભાવનગર ; ગૌ સંવર્ધનમાં અમૂલ્ય યોગદાન આપનાર પ્રદીપસિંહ રાઓલનું 86 વર્ષે નિધન.
કુવાડિયા
રાજ્યભરમાંથી લોકો તેમની અંતિમયાત્રામાં જોડાયા, પિતાના વારસા મળેલા આ ગુણને તેમણે વધુ સાર્થક કરી અનેરી સિદ્ધિઓ મેળવી, ગીર ગાયના વધુ અભ્યાસ માટે તેઓ બ્રાઝિલ પણ જઈ આવ્યા છે.
ગીર ગાયના સંવર્ધનમાં 60 વર્ષ સુધી અનેરું યોગદાન આપનાર અને જેને વારસામાં કહી શકાય તેવી વિરાસત મળી હતી તેવા પ્રદીપસિંહ રાઓલ નું ગતરાત્રીના ભાવનગર ખાતે 86 વર્ષની વયે નિધન થયું હતું. આજે તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી.જેમાં રાજ્યભરમાંથી ગૌ સંવર્ધન સાથે સંકળાયેલા લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ પ્રજાતિના બળદો નું ગીર ગાયો સાથે બ્રિડિંગ કરાવી ગીર ગાયની એવી પ્રજાતીનું સર્જન કર્યું જે કંઈક અલગ હોય. ગીર ગાયોના બ્રિડિંગમાં તેમનું યોગદાન ખૂબ મહત્વ પૂર્ણ રહ્યું છે.રાજ્યના અનેક વિસ્તારોની ગૌશાળા સાથે તેઓ સંકળાયેલા હતા કે જ્યાં ગીર ગાય ની અમૂલ્ય નસલો હોય.આજે તેમની અંતિમયાત્રા માં ભુવનેશ્વરી પીઠ ગોંડલના આચાર્ય ઘનશ્યામ મહારાજ,જસદણ સ્ટેટના સત્યજિત કુમાર,શહેર અને જિલ્લાના અનેક ઉદ્યોગપતિઓ અને ગૌ સંવર્ધન સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં તેની અંતિમયાત્રામાં જોડાયા હતા.