Gujarat
ભાવનગર ; નિરમા હવે ફાર્મા ક્ષેત્રે ઝંપલાવશે : બેંગ્લોરની કંપની ટેકઓવર કરી
શંખનાદ કાર્યાલય
- હજુ વધુ કંપની ખરીદવા માટે નજર હોવાનો નિર્દેશ
બિલીયોનેર ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલની આગેવાની હેઠળનું નિરમા ગ્રુપ હવે ફાર્માસ્યુટીકલ્સ સેકટરમાં ઝંપલાવી રહ્યું છે.હાલમાં નિરમાં સોપ અને ડીટરજન્ટથી લઈને સોડા એશ તથા સીમેન્ટ બીઝનેસ ધરાવે છે. ગુજરાતના આ ડાઈવર્સીફાઈડ નિરમા ગ્રુપે બેંગ્લોર સ્થિત સ્ટિરીકોન ફાર્મા પ્રાઈવેટ લિમીટેડના 100 ટકા હિસ્સો ખરીદી લીધો છે.આ કંપની કોન્ટ્રેકટ ડેવલપમેન્ટ મેન્યુફેકચરીંગ ઓર્ગેનાઈઝેશન છે.જે સ્ટરાઈલ કોન્ટેકટ લેન્સ કલીનીંગ સોલ્યુશન્સ અને આઈ ડ્રોપ્સ (આંખના ટીપા બનાવે છે) લાઈફ સાયન્સીસ, હેલ્થકેર અને મેડ-ટેક-ફોકસ્ડએ તેના લીન્કડઈન પેજ પર આ ડિસ્કલોઝર આપ્યું છે.
જોકે આ ડીલની રકમનો ઉલ્લેખ તેમાં નથી કરાયો. નિરમા ગ્રુપની સ્ટ્રેટેજી અંગે માહિતગાર સુત્રોએ કહ્યું હતું કે ગ્રૂપ આ ડીલમાં આગળ વધ્યુ છે.કારણ કે સ્ટેરિકોન ફાર્મા નિરમાનાં વર્તમાન હેલ્થકેર વર્ટીકલ એકયુલાઈફે ઈન્ફયુઝન્સ, ઈન્જેકટેબલ મેડીકલ ડીવાઈસીસ અને ઓરલ ફોર્મ્યુલેશન્સમાં વિસ્તરણ કર્યું છે અને 70 થી વધુ દેશોમાં તે તેની પ્રોડકટસની નિકાસ કરે છે. સુત્રોએ કહ્યું હતું કે નિરમા ગ્રુપ હવે ફાર્મા ક્ષેત્ર પર નજર દોડાવી રહ્યું છે.અને હજુ વધુ એકિઝિશન અંગે પણ વિચારણા અને મુલ્યાકન થઈ રહ્યા છે. ગત વર્ષે એક અહેવાલ પ્રસિધ્ધ થયો હતો જે મુજબ મુંબઈની મનીષ ફાર્માસ્યુટીક્લ્સને ટેકઓવર કરવાની રેસમાં નિરમા ગ્રુપ હતું. નિરમા ગ્રુપના વર્તમાન સીમેન્ટ બિઝનેસની કામગીરી લીસ્ટેડ કંપની નુવોકો વિસ્તાસ હેઠળ થઈ રહી છે.