Bhavnagar
ભાવનગર LCBએ ચૂંટણી ટાણે 1000થી વધુ દારૂની પેટીનો જથ્થો ઝડપી પાડ્યો
બરફવાળા
- સનેસ નજીકથી ૫૫.૬૩ લાખનો ૧૦૮૯ પેટી દારૂ જપ્ત ; ટ્રક સહિત રૂા.૬૪ લાખના મુદ્દામાલ સાથે ૨ શખ્સોને ઝડપી લેતી એલસીબી પોલીસ
ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. ચૂંટણી નજીક આવતા બુટલેગર્સ પણ સક્રિય થયા છે. ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ કરવા રાજ્યમાં સતત દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. જોકે પોલીસ આવા બુટલેગર્સ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચૂંટણી સંદર્ભે પેટ્રોલીંગ કરી રહ્યા હતા, આ દરમિયાન પોલીસને દારુનો મોટો જથ્થો મળી આવ્યો છે. ભાવનગર પોલીસે 55 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. સાથે જ બે આરોપીની ધરપકડ કરી છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ભાવનગરમાં દારૂ-જુગારની પ્રવૃતિ નાબુદ કરવા ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક ગૌવતમ પરમાર તથા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચને સુચના આપવામાં આવી હતી. ગઈકાલે ભાવનગર એલ.સી.બી.ના કર્મી વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી કરી રહ્યા હતા.તે દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર પી.બી.જાદવને માહિતી મળી હતી કે, બહારના રાજ્યમાંથી દારૂ ભરેલો ટ્રર ધોલેરા તરફના રોડ પરથી પસાર થવાનો છે. આ વિદેશી દારૂ ટ્રક મારફતે હરિયાણાથી પોરબંદર લઈ જવામાં આવી રહ્યો હતો.
માહિતીના આધારે પોલીસ ઈન્સપેક્ટર પી.બી.જાદવ સહિત PSI કે.એમ.પટેલ, બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા સહિતનાં પોલીસ કર્મી સનેસ નજીકના ટોલનાકા પાસે વોચમાં ગોઠવાયા હતા. આ દરમિયાન માહિતીવાળી ટ્રક પસાર થતાં તેની અટકાવી તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ 55,63,260 રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવર રામનિવાસ ખીયારામ બિશ્નોઈ, દિનેશ કુમાર કિશનારામ પવાર ની ઝડપી પાડી પ્રોહિ. એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો. દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો. ઉપરાંત કોણે ઓર્ડર આપ્યો હતો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.