Bhavnagar
ભાવનગરના ડમી ઉમેદવાર કૌભાંડ મુદ્દે કોંગ્રેસ રેન્જ આઈ.જી.ને રજૂઆત કરી
દેવરાજ
આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા કરી માંગ
તાજેતરમાં ભાવનગર માં ડમી ઉમેદવાર કૌભાડ પ્રકરણે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પડઘા પડયા છે. પોલીસ તંત્ર દ્વારા આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓની દિનપ્રતિદિન ધરપકડો થઇ રહી છે. આ સમગ્ર પ્રકરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કે આ પ્રકરણ માં સંડોવાયેલા કોઇ મોટા ચમરબંધી હોય કો મોટા નેતા હોય કોઇને પણ છોડવામાં ન આવે તેવી માંગ સાથે તા. 20 ને ગુરૂવારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમારને આવેદન પત્ર પાઠવી માંગણી કરવામાં આવી હતી.
ભાવનગર શહેર કોંગ્રેસના આગેવાનો એ જણાવ્યુ હતુ કે ભાજપની આ સરકારમાં વારંવાર પેપરો ફુટે છે, પરીક્ષાના પેપર લીક થાય છે, અને ડમી ઉમેદવાર કૌભાંડ પણ થાય છે, જેના કારણે હંમેશા ગરીબ અને સામાન્ય પરિવારના હોશીયાર, શિક્ષીત યુવક- યુવતીઓને ભારે મોટુ નુકશાન પહોંચે છે. તેવા કોઇપણ પક્ષનો આગેવાન હોય કાર્યકર હોય કે મોટો ચમરબંધી હોય તેને છોડવામાં ન આવે આ રજુઆત વેળાએ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિ રહયા હતા