Bhavnagar

ભાવનગર જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મહિલા સંમેલન તથા માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

Published

on

દેવરાજ

ભાવનગર જિલ્લા કક્ષાના માતૃશક્તિ સંમેલન તેમજ માતૃશક્તિ વંદના કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન ભાવનગરની પ્રતિષ્ઠિત સંસ્થા ઘરશાળા અધ્યાપન મંદિર ખાતે 04/03/2023ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી, તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓનું સ્વાગત શાબ્દિક સ્વાગત અને પરિચય (જિલ્લા મહિલા મંત્રી માધ્યમિક વિભાગ ) વનિતા બેન બારૈયા દ્વારા આપવામાં આવ્યો.

Bhavnagar District National Educational Federation organized a program of women's convention and motherhood.

તેમજ પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા આવનારા અતિથીઓનું સન્માન કરવામાં આવ્યુ શ્રીમતી જલ્પા બેન ઉપાધ્યાય(મહિલા સંગઠન મંત્રી ઘોઘા ઉચ્ચ માધ્યમિક )સપનાબેન જોશી (મહિલા સંગઠન મંત્રી ઉચ્ચ માધ્યમિક તળાજા ) દ્વારા સરસ્વતી વંદના દ્વારા થઈ.

Bhavnagar District National Educational Federation organized a program of women's convention and motherhood.

જિલ્લા ઉપાધ્યક્ષ તથા સહ સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સમભાગ મહિલા વિભાગ શ્રી ચંદ્રિકાબેન ચૌહાણ* દ્વારા સંગઠન અને સંગઠનનાં કાર્યોનો વિગતવાર પરિચય આપવામાં આવ્યો. ત્યારબાદ મુખ્ય વક્તા નિયતિબેન પંડ્યા દ્વારા માતૃશક્તિ મહાત્મય, શિક્ષકોનું સમાજમાં પ્રદાન વિશે હૃદય સ્પર્શી વક્તવ્ય આપવામાં આવ્યું હતું

Advertisement

Trending

Exit mobile version