Bhavnagar

ભાવનગર જિલ્લા દલિત અધિકાર મંચ દ્વારા વિવિધ મુદ્દે કલકેટરને આવેદન આપી રજુઆત કરી

Published

on

બ્રિજેશ

ભાવનગર જિલ્લા દલિત અધિકાર મંચ દ્વારા આજે ગુરૂવારે દલિત સમાજના ચાર લોકોની હત્યા કરનારા સામે કડક કાર્યવાહી ની માંગણી તેમજ મણીપુરમા આદીવાસી સમાજ ની બે બહેનોને નગ્ન પરેડ કરાવનારો સામે સરકાર કડક કાર્યવાહી કરે આ માંગણીઓ સાથે જિલ્લા કલેકટર ભાવનાગર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. તેમજ ભાવનગર રેન્જ મા એટ્રોસિટી ના બનાવોમા આરોપીઓને ટેબલ જામીન આપવા મા આવે આ પ્રથા બંધા થાય તેવી માંગ માવજી સરવૈયાએ કરી હતી ગુજરાતમા છેલ્લા એક મહીનામા દલિત સમાજ ના સુરેન્દ્રનગર જિલ્લા ના ચુડા તાલુકા ના સમઢીયાળા ગામે બે સગા ભાઈઓ આલજીભાઇ પરમાર અને મનોજભાઇ પરમારની નિર્મમ હત્યા કરવામા આવી તેમજ બીજા બનાવમાં અમદાવાદ શહેર ના નરોડા મા વાલ્મીકી સમાજ ના અને સફાઈ કામ કરતા અનીતાબેને વાઘેલાની ક્રુર હત્યા કરવામા આવી

Bhavnagar District Dalit Adhikar Manch submitted petitions to Calcutta on various issues

ત્રીજા બનાવમા ભાવનગર વાલ્મીકી સમાજના અને સફાઈ કામદાર તરીકે કામ કરનાર રવિભાઇ બારૈયાની હત્યા કરવામા આવી આ તમામ ઘટનાઓ મા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામા આવે ભોગ બનનાર દરેક પરીવાર ના એક સભ્ય ને સરકારી નોકરી આપવામા આવે અને ત્રણ એકર જમીન આપવામા આવે અને મણિપુર મા આદિવાસી સમાજ ની મહીલાઓ ને નગ્ન પરેડ કરાવનારા નરાધમો સામે કડક કાર્યવાહી કરવામા આવે આ તમામ માંગણી ઓ સાથે જિલ્લા કલેક્ટર શ્રી ભાવનગર ને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ આ કાર્યક્રમ મા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સહ કન્વીનર માવજીભાઇ સરવૈયા હર્ષદભાઈ બાભંણીયા અશોકભાઈ ગીલાતર ડી પી રાઠોડ નવસર્જન ના અરવિંદ મકવાણા નીરુબેન ચોરસીયા વાલ્મીકી સમાજ ના જેનતી ભાઇ નૈયા બચુભાઇ હાવલીયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના દિપેશભાઇ પરમાર મનોજ કંટારીયા ચિરાગ વાઢેર કમલેશ ગોહીલ ગોપાલ ગોહીલ સોહીલ વાઘેલા સન્ની બથવાર સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Trending

Exit mobile version