Bhavnagar

ભાવેણાની દીકરી જાનવી મહેતાએ ૩૬મી નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યું

Published

on

ભાવનગર ની યશ કલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે, ભાવેણાની દીકરી જાનવી મહેતાએ ૩૬મી નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી તેમના પરિવાર જ નહી પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે, અત્રે ઉલ્લેખનીય છે કે જાનવી મહેતા દેશ વિદેશમાં યોજાયેલી વિવિધ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ સહિતના મેડલ પ્રાપ્ત કર્યા છે પરંતુ પ્રથમ વાર યોગનો નેશનલ ગેમ્સ માં સમાવેશ થયા બાદ તેણે ગુજરાતને બ્રોન્ઝ મેડલ આપવી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભાવનગર ના સુભાષનગર વિસ્તાર માં રહેતી એક સામાન્ય પરિવારની દીકરી એવી કુ.જાનવી મહેતા કે જેને પોતાની નાની ઉમર માં અનેક મોટી સિદ્ધિઓ હાંસિલ કરી ને પોતાના પરિવાર-શહેર-રાજ્ય અને દેશ ને ગૌરવ અપાવ્યું છે.

ત્યારે તાજેતરમાં યોજાયેલ ૩૬ મી નેશનલ ગેમ્સ માં જાનવી મહેતાએ બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્રે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, સરકાર દ્વારા નેશનલ ગેમ્સમાં યોગને સમાવેશ થયા બાદ પ્રથમવાર રમાયેલી નેશનલ ગેમ્સમાં ભાવનગરની જાનવી મહેતાએ યોગ સ્પર્ધામાં આર્ટીસ્ટટીક પેર માં ભાગ લઈ અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને જેમાં તેને દેશભાર માંથી આવેલા યોગ ખેલાડીઓને ટક્કર આપી અને અનેક મુશ્કેલીઓનો સામનો કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી અને ભાવનગરની યશ કલગીમાં વધુ એક મેડલરૂપી મોરપિચ્છનો ઉમેરો કર્યો છે. બોર્ન્ઝ મેડલ મળ્યા બાદ જાનવી મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની સાથે સુરતની ઇપ્સા ખલાસી પણ હતી, સ્પર્ધા દરમિયાન તેમના કોચ તરફથી સતત ને સતત માર્ગદશન મળતું રહેતું હતું.

Bhavena's daughter Janvi Mehta won a bronze medal in the 36th National Games

જેના કારણે જે નાની મોટી ભૂલો થતી હતી તેમાં સુધારો કરી અને તેઓ બ્રોન્ઝ મેડલ મેળવામાં સફળ રહ્યા હતા, આ તકે તેણે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમજ શિક્ષણ મંત્રી જીતું વાઘાણીએ તેમની સ્પર્ધા દરમિયાન હાજરી આપી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જાનવી મહેતાએ અત્યાર સુધીમાં અંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી અને આંઠ વખત ગોલ્ડ મેડલપ્રાપ્ત કરેલ છે જે મુકામ સુધી પહોચાડવા બદલ તેમના યોગ ગુરુ આર.જે જાડેજાનો પણ આભાર વય્ક્ત કર્યો હતો. તેને વિશેષમાં જણાવ્યું હતું કે યોગને લઈને સરકાર દ્વારા ખુબ સારી સવલતો આપવામાં આવી રહી છે જેના કારને તેમનું પરફોર્મન્સ પહેલા કરતા સારું થયું છે. સામાન્ય પરિવાર માં ઉછરી ને મોટી થઇ રહેલી જાનવી કે જેને પોતાની મહેનત અને યોગની નિપૂર્ણતા ના કારણે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. .

એટલેકે કે સામાન્ય પરિવારની આ દીકરી ની અસામાન્ય સિદ્ધિઓ પર નજર નાખીએ તો ગોહિલવાડ ની આ દીકરી એ અત્યારસુધીમાં ૮-ગોલ્ડ મેડલ, સહીત સિલ્વર, બોન્ઝ મેડલ.અને અનેક ટ્રોફીઓ મેળવેલ છે. તેમજ જાનવી મિસ ગુજરાત ૨૦૧૩/૧૪ રહી ચુકી છે.અને મિસ યોગીની ઓફ ઇન્ડિયા બની ચુકી છે.અને સમગ્ર ગુજરાતની સ્કુલોમાંનો અભિમન્યુ એવોર્ડ-૨૦૧૪ પણ તેણે પ્રાપ્ત કર્યો છે.જ્યારે રાજ્યનો સન્માનનીય એટલે કે જયદીપસિંહજી એવોર્ડ ૨૦૧૪-૧૫ પણ તેમની યશગાથા રૂપે અર્પણ કરી તેમને સન્માનિત કરવામાં આવી છે.આ ઉપરાંત કોવીડ ના સમયગાળામાં તેને યોગ દ્વારા કાઈ રીતે કોરોના સામે લડી શકાય તે માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી ઝુંબેશ ચલાવી હતી અને અનેક લોકોને કોરોના સામે લડત આપવા તૈયાર કર્યા હતા, આમાં તેણેઆમ તેણે યોગ ક્ષેત્રે અનેકવિધ સિદ્ધિઓ હાસલ કરી અને સમગ્ર યોગ ક્ષેત્રે ભારતનો ડંકો દુનિયામાં વગાડ્યો છે.

Advertisement

Trending

Exit mobile version