Sihor

PMJAY-MA કાર્ડ્સના સિહોર તાલુકાના લાભાર્થીઓને આપવામાં આવશે પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડ

Published

on

કાલે સિહોરના ટાઉનહોલ ખાતે કાર્યક્રમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં લાભાર્થીઓને કાર્ડના વિતરણ માટે કાલે 17 ઓક્ટોબરે સિહોર ખાતે યોજાશે તાલુકા સ્તરીય કાર્યક્રમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી PMJAY-MA ના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ

સિહોર ખાતે આવતીકાલે 17 ઓક્ટોબરના રોજ તાલુકા સ્તરીય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ અધિકારી પદાઅધિકારીની હાજરીમાં તાલુકાના PMJAY-MA કાર્ડના લાભાર્થીઓને નવા પ્રિન્ટ કરાયેલા આયુષ્માન પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે ગુજરાત સરકારે વર્ષ 2019માં મુખ્યમંત્રી અમૃતમ (MA) અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (MAV) યોજનાને સંકલિત કરી હતી, અને આ યોજનાઓના તમામ લાભાર્થીઓ PMJAY-MA કાર્ડ મેળવવા માટે પાત્ર બન્યા હતા.

આ લાભાર્થીઓને હવે પ્રિન્ટ કરાયેલા નવા આયુષ્માન PVC કાર્ડ આપવામાં આવશે.  PMJAY-MA કાર્ડના લાભાર્થીઓને આ નવા છાપેલા આયુષ્માન પીવીસી કાર્ડ્સનું વિતરણ કરવા માટે સિહોરના ટાઉનહોલ ખાતે આવતીકાલે 17 ઓક્ટોબર એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન PMJAY-MA કાર્ડ હેઠળ સારવાર લઈ સાજા થયેલા લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાતચીત કરશે. નવા લાભાર્થીઓને કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર બોલાવીને આયુષ્માન પીવીસી કાર્ડ્સ આપવામાં આવશે. તાલુકા સ્તરના કાર્યક્રમોમાં મુખ્ય હોદેદારો અધિકારી પદાઅધિકારી અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. લાભાર્થીઓને તેમના ઘરઆંગણે રંગીન આયુષ્માન પીવીસી કાર્ડ આપવામાં આવશે

Trending

Exit mobile version